Friday, 19/04/2024
Dark Mode

વાહ રે દાહોદ તુઝકો સ્માર્ટસીટી બનાને મેં ભગવાન ભી બેઘર હુંયે..!!દાહોદમાં મસ્જિદ,મંદિરો, તેમજ દરગાહ જેવા ધાર્મિક સ્થાનો પર સરકારી બુલડોઝર ફરી વળ્યાં..

May 20, 2023
        942
વાહ રે દાહોદ તુઝકો સ્માર્ટસીટી બનાને મેં ભગવાન ભી બેઘર હુંયે..!!દાહોદમાં મસ્જિદ,મંદિરો, તેમજ દરગાહ જેવા ધાર્મિક સ્થાનો પર સરકારી બુલડોઝર ફરી વળ્યાં..

વાહ રે દાહોદ તુઝકો સ્માર્ટસીટી બનાને મેં ભગવાન ભી બેઘર હુંયે..!!

  ધાર્મિક સ્થાનો પર વહીવટી તંત્રની ડિમોલીશન કામગીરીથી ઉતેજના વ્યાપી…

દાહોદમાં મસ્જિદ,મંદિરો, તેમજ દરગાહ જેવા ધાર્મિક સ્થાનો પર સરકારી બુલડોઝર ફરી વળ્યાં..

પરોઢીયે શરૂ થયેલી ડિમોલીશનની કામગીરીમાં બપોર સુધીમાં એક મસ્જિદ, ચાર મંદિરો તેમજ ત્રણ દરગાહ જમીન દોસ્ત કરાઈ…

પોલીસે વહેલી સવારે પૂર્વ આયોજિત આયોજન પૂર્વક બે લેયરની સુરક્ષા ઘેરામાં વિવાદિત નગીના મસ્જિદનું દબાણ દૂર કર્યું..

દાહોદ તા.20

દાહોદમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી પ્રથમ ચરણની ડિમોલીશનની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં આજરોજ વહીવટી તંત્ર દ્વારા બે લેયરની સુરક્ષા ઘેરા વચ્ચે નગીના મસ્જિદ તરફ આવતા તમામ માર્ગોને બે્રિકેટ કરી આખરે 450 થી વધુ પોલીસ જવાનો તેમજ અધિકારીઓ તથા સીટી સર્વે, પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં પરોઢિયે ચાર વાગ્યાના સુમારે વિવાદિત નગીના મસ્જિદનું દબાણ શાંતિપૂર્ણ વાતાવરણમાં દૂર કર્યું હતું. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા તળાવની પાળ પર આવેલા ચાર જેટલા મંદિરો તેમજ અન્ય ત્રણ દરગાહ સહિતના ધાર્મિક સ્થાનો પર સરકારી બુલડોઝર ચલાવી જમીન દોસ્ત કરી દીધા હતા.આ ડિમોલેશનની કામગીરી દરમિયાન બારે અચંબાભરી પરિસ્થતિ, ઉચાટ, તેમજ તરેહ તરેહની ચર્ચાઓ તેમજ ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી.જોકે તંતરે ખૂબ જ કાળજીપૂર્વક તેમજ આયોજનબદ્ધ આ ડીમિલીસનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરતા વહીવટી તંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો..

 

વહીવટી તંત્રે તળાવની પાળ પર ચાર જેટલાં મંદિરો બુલડોઝર વડે તોડી પાડ્યા..

 વહીવટી તંત્રના અધિકારીઓએ વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ કરેલી ડિમોલીશન કામગીરી બપોર સુધી ચાલી હતી.જેમાં મંદિરો મંદિરો તેમજ દરગાહ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યાં હતા.જે પૈકી ઐતિહાસિક છાબ તળાવની કિનારે આવેલી પાળ પર તળાવની જમીનમાં દબાણમાં આવતા મંદિરો પૈકી નર્મદેશ્વર મહાદેવ મંદિર,નાગેશ્વર મંદિર, દંતાણી સમાજનું જોગણી માતાનું મંદિર તેમજ તળાવના આવણા નજીક આવેલો હનુમાનજીનું મંદિર વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં મંદિરની સેવા ચાકરી કરતા સેવકો દ્વારા ડિમોલીશનની કામગીરી દરમિયાન મંદિરમાં પ્રસ્થાપિત કરેલી ભગવાનની મૂર્તિઓને કોઈ નુકસાન ન પહોંચે અથવા ખંડિત ન થાય તે માટે ખૂબ જ કાળજી રાખી હતી.અને સ્વેચ્છએ ભગવાનની પ્રતિમાને સન્માનપૂર્વક કાઢી સામેના ભાગમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખસેડી દેવામાં આવી હતી.જે બાદ વહીવટી તંત્રના બુલડોઝરો દ્વારા આ ચાર જેટલા મંદિરોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. જેમાં દંતાણી સમાજ કે જે દેવીપૂજક સમાજમાં ગણાય છે. તેમનું જિલ્લાભરમાં એક માત્ર પૂજા પાઠ કરવા માટેનું જોગણી માતાનું મંદિર પણ આ ડિમોલિશન કામગીરી દરમિયાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.જેના પગલે દેવીપુજક સમાજના ભેગા થયેલા લોકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ તંત્રની આ ડિમોલીશન કામગીરીના પગલે સ્થાનિક કોર્પોરેટરો તેમજ નેતાઓ ઉપર રોષ ઠાલવી તેમને કોસતા જોવા મળ્યા હતા.

 

 વહીવટી તંત્રની દબાણ હટાવ ઝુંબેશમાં મંદિરો બાદ ત્રણ જુદી જુદી દરગાહ પણ તોડી પડાઈ

 વહીવટી તંત્ર દ્વારા એક તરફ વહેલી સવારે વિવાદિત નગીના મસ્જિદ નું દબાણ તોડ્યા બાદ બપોરે તળાવની જમીનમાં દબાણમાં આવતા ચાર જેટલા જુદા-જુદા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારે આ જ લાઈનમાં એક જૂની તેમજ એક નિર્માણાધીન દરગાહ પણ વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ દબાણોની સાથે-સાથે વહીવટી તંત્રે ઇન્દોર રોડ પર આવેલી અન્ય એક દરગાહ જે દબાણમાં અવરોધ રૂપ હોવાથી તેને પણ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી.

 

ગાંધીજીની યાદગીરીમાં હેરિટેજમાં સામેલ કરાયેલા નાથ સ્પંદન એકેડમી તેમજ 350 વર્ષ જૂનું પ્રાચીન મંદિર તોડવાની કામગીરી સ્થાનિકોએ અટકાવી: રેકોર્ડ ખરાઈ અંગે મોકલતા કામગીરી સ્થગિત કરાઈ.

આજ રોજ તળાવની પાળ ઉપર વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મંદિરો અને દરગાહ તોડી પાડવામાં આવી હતી. તારે આજ લાઈનમાં નાદ સ્પંદન એકેડમી, સુધરાઈ સભ્યની ઓફિસ તેમજ સાડા ત્રણસો વર્ષ કરતા પણ જૂનુ પ્રાચીન મંદિર પણ દબાણમાં આવતો હોવાનું કહી ખાલી કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ જણાવ્યું હતું જેમાં સ્થાનિક લોકો દ્વારા, તેમજ અગ્રણીઓ દ્વારા વહીવટી તંત્રને જણાવ્યું હતું કે વર્ષો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ બે વખત રોકાણ કર્યું હતું. જે બાદ આ સ્થળને હેરિટેજ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું જેમાં સમય જતા રૂમો જર્જરિત થતા આ સ્થળ પર સારી પ્રવૃત્તિ થાય અને ગાંધીજીની યાદગીરી પણ સચવાઈ રહે તે હેતુથી દાહોદ નગરપાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત માપણી કરી ટ્રસ્ટને ફાળવી દેવામાં આવી હતી. જે બાદ આ સ્થળે નાદ સ્પંદન એકેડમી જેમાં બાળકોને સંગીત નું જ્ઞાન આપવામાં આવતું હતું. આ સ્થળ પણ સ્માર્ટ સિટી અંતર્ગત તળાવના ડેવલોપમેન્ટ કાલે ચાલી રહ્યું હતું તે સમયે આ સ્થળ નો રસ્તો પાછળના ભાગે હતો. જેના પગલે સંબંધિતો તેમજ સ્માર્ટ સિટી દ્વારા માપણી કરી આ સ્થળનું તળાવ તરફનો માર્ગ બંધ કરી સીટી તરફનો માર્ગ ખુલ્લો કર્યો હતો તેની સાથે સાથે આજ સ્થળની બાજુમાં આવેલા 350 વર્ષ જૂનું મંદિર જે પણ જર્જરીત અવસ્થામાં હોવાથી નગરપાલિકાએ 20 વર્ષ અગાઉ ટ્રસ્ટને સોંપી દીધો હતો જે બાદ ગોવર્ધન નાથજી હવેલી ના ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી દીધો હતો જેમાં હાલમાં હનુમાનજીની વિરાટ બેઠક તેમજ ગોવર્ધનનાથજી નું મંદિર પણ હોવાનું જણાવ્યું હતું તો સાથે સાથે મંદિરની બાજુમાં વોર્ડ નંબર છ ના સુધરાઈ સભ્યની ઓફિસ પણ આવેલી છે તે પણ તળાવની પાછળના ભાગમાં આવેલી હતી. જેમાં સ્માર્ટ સિટી અંતર્ગત ડીજોઈલ કરી નગરપાલિકા દ્વારા આગળના ભાગમાં ફાળવી દેવાતા આ ઓફિસનું તળાવ બાજુનો માર્ગ બંધ કરી સીટી તરફનો માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત અગ્રણીઓ તેમાં સુધરાઈ સભ્ય દ્વારા પ્રાંત અધિકારીને દસ્તાવેજી પુરાવા બતાવતા પ્રાંત અધિકારી એન.બી.રાજપુતે અહીંયા દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દસ્તાવેજોની રેકોર્ડ ચકાસણી માટે કચેરીમાં મોકલી સોમવાર સુધી રેકોર્ડ અંગે ખરાઈ કરવા જણાવી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!