કલ્પેશ શાહ સિંગવડ
સિંગવડ તાલુકાના અનુપપુરા અને તારમી જોડતા છાપરી ગામે પુલ અધુરી હાલતમાં
સિંગવડ તારીખ ૧
સિંગવડ તાલુકાના અનુપપૂરા થઈને તારમી છાપરી અને લીમડી સંજેલી જતા રોડ પર છાપરી ગામે આશરે દોડ થી બે વર્ષ પહેલા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આ રોડને જોડતો પુલ બનાવવા માટે ખાતમુરત કરવામાં આવ્યું હતું જ્યારે આ પુલને R & B પંચાયત વિભાગ દ્વારા બનાવવાનું હતું જ્યારે R & B પંચાયત વિભાગ દ્વારા ટેન્ડર પાડીને કોઈ કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણથી આ કામ બંધ થઈ જતા તે પૂલ નુ કામ 50% પણ થયું નથી જેના લીધે આ પૂલ અધૂરી હાલતમાં જુલી રહ્યો તેમ છે ખરેખર આ પુલ તેના નક્કી ટાઈમ પ્રમાણે બની જવો જોઈતો હતો પરંતુ આ પુલ ની અધૂરી કામગીરી હોવાના લીધે અનુપપુરા થઈને છાપરી જવા વાહન ચાલકો ને એકદમ વળાંકવાળા રસ્તા પર થઈને જવું પડતું હોય છે ત્યાં એકસીડન્ટ થવાનું ભય વધારે પડતો હોય જેના લીધે આ પુલ બની જાય તો આ વળાંકવાળા રસ્તાની જગ્યાએ સીધા પુલ પર થઈને વાહન ચાલકો તારમી છાપરી નીકળી શકે તેમ અને કોઈપણ એકસીડન્ટ થવાનો ભય રહે નહી જ્યારે સરકારમાંથી તેના રૂપિયા પણ આવી જતા હોય છે તો કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ અધૂરું મૂકીને પૂર્ણ કરવામા કેમ નથી આવતા જ્યારે સ્થાનિક નેતાઓ દ્વારા અધૂરી કામગીરી હોવાના લીધે જે પણ લાગતા વળતા સરકારી અધિકારીઓ આ પુલ ને ફટાફટ બનાવવામાં આવે તેથી અનુપપુરા થઈને તારમી છાપરી જતા લોકોને અવર-જવર કરવામાં સહેલાઈ રહે અને ચોમાસામાં પણ આ પુલ બનવાથી રસ્તો બંધ નહીં રહે તેના માટે લાગતા વળગતા અધિકારી દ્વારા રસ્તા પરના પુલ ને બનાવવામાં આવે તેવી વાહન ચાલકોની તથા લોકોની માંગ છે