
દાહોદમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન હિટાચી બુલડોઝર પલટી માર્યું: ચાલકનો આબાદ બચાવ..
દાહોદ તા.15
દાહોદમાં આજે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ભાટવાડા સ્કૂલની સામે આવેલા નગીના મસ્જિદ વાળી લાઈનમાં આવેલા કાચા પાકા મકાનો જે સ્માર્ટ રોડમાં અવરોધરૂપ હોવાથી વહીવટી તંત્ર દ્વારા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ દબાણો તોડવાની કામગીરી દરમિયાન અંજુમન હોસ્પિટલ ની સામેના ભાગમાં હિટાચી બુલડોઝર દ્વારા દબાણ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે હિટાચી મશીન 10 થી 15 ફૂટ ઊંડા નાળામાં ખાબકતા પલટી માર્યો હતો જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જોકે આ અકસ્માતના બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ દબાણ કામગીરીમાં જોતરાયેલા અન્ય જેસીબી મશીન દ્વારા આ પલટી મારેલા હિટાચી બુલડોઝરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવવામાં સદભાગ્યે કોઈ જાનહાની ન બનતા દબાણ કામગીરીમાં જોતરાયેલા વહીવટી તંત્રના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.