Thursday, 25/07/2024
Dark Mode

દાહોદમાં નગીના મસ્જિદનો કેટલોક ભાગ મુસ્લિમ બિરાદરોએ સ્વૈચ્છિક રીતે ઉતારી સામાજીક જવાબદારી નિભાવી….

May 14, 2023
        1383
દાહોદમાં નગીના મસ્જિદનો કેટલોક ભાગ મુસ્લિમ બિરાદરોએ સ્વૈચ્છિક રીતે ઉતારી સામાજીક જવાબદારી નિભાવી….

દાહોદમાં નગીના મસ્જિદનો કેટલોક ભાગ મુસ્લિમ બિરાદરોએ સ્વૈચ્છિક રીતે ઉતારી સામાજીક જવાબદારી નિભાવી….

દાહોદમાં ડિમોલેશનની કામગીરીમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા મુસ્લિમ બિરાદરોની બાંહેદારી…

દાહોદ તા.12

સામાજીક જવાબદારી નિભાવી

દાહોદમાં નગીના મસ્જીદનો રસ્તામાં આવતો ભાગ મુસ્લિમ બિરાગદરોએ જાતે જ ઉતારી લઇ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ, હજી પણ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની બાંહેધરી આપી 

દાહોદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે.ત્યારે હવે કયા વિસ્તારનો વારો આવશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.બીજી તરફ તંત્રએ નક્કી કરેલા ધાર્મિક દબાણો હટાવવા તે થોડી અઘરી પ્રક્રિયા લાગી રહી છે પરંતુ ગત રાત્રે નગીના મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લીમ બિરાદરોએ જાતે જ ઉતારી લઇ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.જો કે કેટલુ દબાણ છે તે વિશે થોડી અસમંજસ છે તેમ છતાં સમાજના અગ્રણીએ તમામ રીતે સહકાર આવપાની જાહેરાત કરી છે.

શનિવારે દિવસે માત્ર કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઇ

દાહોદ શહેરમાં તંત્ર દ્રારા રસ્તા પહોળા કરવા માટે સરેઆમ કરેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દીધુ છે અને તેમાં મોટા ભાગના પાકા દબાણોનો નાશ કરવામાં આવ્યો છે.જેના કારણે બીજી સમસ્યાઓ પણ સર્જાઇ છે પરંતુ હાલ શહેરમાં તંત્ર દ્રારા એક જ મુદ્દાનો કાાર્યક્રમ ચાલી રહ્યો છે.ગત બે દિવસમાં સરકારી હથોડો ફરી વળતા પાલિકા ચોકથી માંડી સ્ટેશન રોડ વિસ્તાર ખંડેર ભાસી રહ્યો છે ત્યારે આજે કોઇ નવી કામગીરી કરવાને બદલે કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધાર્મિક સ્થાનકો દુર કરવા માટે પરસ્પર વાર્તાલાપ અને સમજાવટનો માર્ગ અપનાવાશે

વાણિજ્યિક દબાણો દુર કરવા સરળ છે અને વેપારીઓ તેમજ તેમના પરિવારોની ગમગીની વચ્ચે મોટી સંખ્યામાં દબાણો દુર કરી દેેવાામાં આવ્યા છે ત્યારે તંત્ર માટે મથામણનો સવાલ ધાર્મિક દબાણો દુર કરવાનો છે.કારણ કે ધાર્મિક સ્થાનો જેવા કે મંદિર, મસ્જીદ,દેરી,દરગાહ કે મઝાર અથવા તો દેવળ હોય તો તેની સાથે જે તે સમુદાય કે સમાજના લોકોની આસ્થા જોડાયેલી હોય છે.તેના કારણે આવા સ્થાનો દુર કરતી વખતે કેટલીક વાર વિરોધનો સામનો કરવો પડતો હોય છે.તેવા સમયે દાહોદમાં પણ આવા કેટલાક સ્થાનો હોવાનુ ધ્યાને આવ્યુ છે અને તંત્ર દ્રારા ગહન વિચાર વિમર્શ થઇ રહ્યો છે.જો કે કયા વિસ્તારમાં કેટલા અને કયા સ્થાનો છે તે હજી જાહેર કરાયુ નથી પરંતુ તેના માટે જવાબદારો આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે અને કોઇ પણ પ્રકારની વિસંગતતા કે જોર જબરદસ્તીને બદલે સમજાવટને જ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ એક ઉચ્ચ અધિકારી દ્રારા જાણવા મળ્યુ છે.

નગીના મસ્જીદનો કેટલોક ભાગ ઉતારવા મુસ્લિમ યુવાનો જાતે આગળ આવ્યા

બીજી તરફ સ્ટેશન રોડ ઉપર જ નગીના મસ્જીદ આવેલી છે.જેના પર પણ તંત્ર દ્રારા માર્કિંગ કરવામાં આવેલુ હતુ.ત્યારે ગઇ કાલે શુક્રવારે જ મુસ્લિમ બિરાદરોએ સ્વયંભુ જ જટલો સમજમાં આવે તેટલો ભાગ દુર કરીને એક પ્રસંશનીય ઉદાહરણ દાહોદને પુરૂ પાડ્યુ છે.એક અગ્રણીએ એમ પણ જણાવ્યુ હતુ કે સમગ્ર કામગીરીમાં સમાજનોો સંપૂર્ણ સહકાર રહેશે અને મસ્જીદ મામલે અધિકારી સાથે વાત કરીને આગળની કાર્યવાહી પણ જો કરવાની થતી હશે તો કરવામાં આવશે.આમ શહેરના વિકાસમાં તંત્રને સહયોગ કરવાની સમગ્ર સમાજે તૈયારી બતાવી છે.તેમાંયે યુવાનોએ જાતે જ કામગીરી ઉપાડી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!