Friday, 19/04/2024
Dark Mode

દાહોદ એલસીબીને મળી સફળતા: મધ્યપ્રદેશની રેસીંગ મોટર સાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા..

July 8, 2021
        1692
દાહોદ એલસીબીને મળી સફળતા: મધ્યપ્રદેશની રેસીંગ મોટર સાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ એલસીબીને મળી સફળતા: મધ્યપ્રદેશની રેસીંગ મોટર સાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા

દાહોદ તા.૦૮

 દાહોદ એસ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ મોટરસાઈકલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે. આ આરોપીઓ પૈકી એક કાયદાના સંઘર્ષમાં બાળ કિશોર પણ આવ્યો છે. પોલીસે આ ગેંગ પાસેથી ચોરીની કુલ ૧૦ મોટરસાઈકલો કબજે કરી છે જેની કુલ કિંમત રૂા.૪,૬૫,૦૦૦ હોવાનું સામે આવ્યું છે. આ ગેંગના સાગરીતો દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ આંતર જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી મોટરસાઈકલ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોટરસાઈકલ ચોરીના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળ્યો હતો ત્યારે વાહન ચોરીની ઘટનાને પગલે વાહન માલિકોમાં પણ રોષ જાેવા મળી રહ્યો હતો ત્યારે એક્શનમાં આવેલ દાહોદ એલ.સી.બી. પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી વાહન ચોરી ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં અને પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી વાહન ચોરીના બનાવના ભેદ ઉકેલવાના પ્રયાસોમાં લાગી હતી ત્યારે પોલીસની કામગીરી દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશ બોર્ડર તરફથી પલ્સર મોટરસાઈકલ તેમજ અપાચી

#paid pramotion

Contact us :- sunrise public school 

મોટરસાઈકલ લઈ બે શંકાસ્પદ ઈસમો આવતાં હોવાનું પોલીસને બાતમી મળતાં દાહોદ એલ.સી.બી. પોલીસે ગરબાડા ચોકડી ઉપર મીનાક્યાર મધ્યપ્રદેશ બોર્ડર તરફથી આવતાં જાેવાતી સાથે જ પોલીસે બંન્ને ઈસમોની મોટરસાઈકલ સાથે અટકાયક કરી હતી અને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસ બંન્નેને લઈ પોલીસ મથકે આવી ગઈ હતી અને ત્યાં ઘનિષ્ઠ પુછપરછ કરતાં અનેક સઘળી હકીકત જાણવા મળતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે ઝડપી પાડવામાં આવેલ સાગરભાઈ મીઠાભાઈ ભાભોર (રહે. ચણાસર, ડુંગર ફળિયું, તાં. ઝાલોદ, જિ.દાહોદ) અને મુકેશભાઈ મલસીંગભાઈ ભાભોર (રહે.નહારપુરા, તડવી ફળિયું, તા.જાેબટ, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને આ બંન્નેની સાથે એક બાળક કિશોર મળી ત્રણ જણાની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણેય જણાએ કબુલાત કરી હતી કે, પંચમહાલ, સુરેન્દ્રનગર, ઈન્દૌર વિગેરે સ્થળોએ મોટરસાઈકલ ચોરી કરતાં હતાં.

 પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરીની કુલ ૧૦ મોટરસાઈકલો જેની કુલ કિંમત રૂા.૪,૬૫,૦૦૦ ની કિંમતની મોટરસાઈકલો કબજે કરી હતી.

 આ આરોપીઓ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, આ બઆઈકર્સ ચોરી ગેંગમાં કુલ ૦૮ સભ્યો છે જેઓ અલગ – અલગ શહેરોમાં જઈ રાત્રી દરમ્યાન વાહનો પાર્ક કરેલ જગ્યાએ રેકી કરી વાહનોના લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીઆએ વડે લોક તોડી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં. નક્કી કરેલ ચોક્કસ જગ્યાએ ચોરીની મોટરસાઈકલ સંતાડી રાખતાં હતાં અન ેઆ ગેંગના નક્કી કરેલ સભ્યો ચોરીની મોટરસાઈકલ વેચવા માટે ગ્રાહકો શોધતાં હતાં.

 આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ મોટરસાઈકલ ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી તેઓની પુછપરછ પણ કરી રહી છે અને આ ગેંગના અન્ય સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!