કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના વાઘનાળાના જંગલોમાં રાત્રિના સમયે ચોરીના સાગી લાકડા સહિત એકને પોલીસે ઝડપ્યો..
સિંગવડ તાલુકાના વાઘનાળા ના જંગલમાં રાત્રિના સમયે રણધીપુર પીએસઆઈ એમએમ માળી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની નાઈટ પેટ્રોલિંગ કરતા હતા તે સમયે વાઘનાળાના જંગલમાંથી પસાર થતા એ સમયે જંગલમાં એક પીકઅપ ગાડી જીજે 17 TT 9413 ને ત્યાં પડી હતી ત્યારે જંગલમા અમુક લોકો સાગી લાકડા કાપતા હતા ત્યારે પીએસઆઇ ને કોઈ ગાડી પડી દેખાતા તેને ત્યાં લાઇટ મારતા આ સાગી ઝાડ કાપતા લોકો લાઈટ પડતા નાસી છૂટ્યા હતા જ્યારે રણધીપુર પીએસઆઇ દ્વારા ત્યાં જઈને દેખતા અમુક સાગી લાકડાના ઝાડ નીચે કાપીને પડ્યા હતા અને બીજા 12 નંગ જેટલા સાગી લાકડાની વલિયો પીકપ ગાડીમાં માં મૂકી રાખી હતી જ્યારે ગાડી તરફ જતા ડ્રાઇવર ગાડી મૂકીને નાસી છુટતા તેનો પીછો કરતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે રંધીપુર પીએસઆઇ દ્વારા પીકપ ગાડી થતા ડ્રાઇવરને મુદ્દા માલ સાથે રણધીપુર પોલીસ સ્ટેશનને લાવી ને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે રણધીપુર રેન્જ ફોરેસ્ટ ખાતાના લગતા હોવાના લીધે તમામ મુદ્દા માલ તથા ડ્રાઇવરને રેન્જ ઓફિસ ને સોંપી દઈને બીજી કાર્યવાહી રણધીપુર રેન્જ ઓફિસના આર એફ ઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કે આ કયા જંગલના સાગી લાકડાના ઝાડ કોના હતા અને ક્યાંથી પરવાનગી વગર કાપવામાં આવ્યા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી જ્યારે વધારાની તપાસ રંધીપુર રેંજના આર એફ ઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી ..