કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાની ચાલુ સરકારી બસો બંધ કરી દેવાથી ઘણા ગામોના મુસાફરો બસ વિહોણા થઈ ગયા.
સિંગવડ તાલુકામાં હમણાં થોડા સમય પહેલા નવાગામ પતંગની પીપલોદ બસને દાહોદના સાંસદ દ્વારા લીલી જંડી આપીને ચાલુ કરવામાં આવી હતી જે બસ થોડાક સમય ચાલીને તે બંધ કરી દેવામાં આવતા નવાગામ પતંગડી બારેલા સુધી ના ગામોના લોકોને પીપલોદ જવા માટે બસની સુવિધા મળી રહેતી હતી તે બંધ થઈ જતા ત્યાંના મુસાફરોને રખડવાનો વારો આવ્યો હતો જ્યારે સ્કૂલો બંધ થઈ જતા મોર્ડન સ્કૂલો છ જેટલી ચાલતી બસો પણ બંધ કરી દેવાતા આ બસોમાં મુસાફરી કરતાં મુસાફરોને અટવવાનો વારો આવ્યો હતો. ખરેખર આ બસો ચાલુ રાખવામાં આવી હોત તો આ લગ્નની સીઝનોમાં લોકોને બસોની સુવિધા નો લાભ મળી શકે તેમ હોત જ્યારે આ મોર્ડન બસો બંધ કરી દેવાથી મુસાફરોને તકલીફ ઉઠાવવાનો વારો આવ્યો અને પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરો પડે છે સિંગવડ થી લીમખેડા જવા માટે એક પણ બસની સુવિધા આખા દિવસમાં નહીં હોવાના લીધે લીમખેડા ના મુસાફરોને પ્રાઇવેટ વાહનો કે પછી વાયા પીપલોદ થઈને જવાનો વારો આવતો હોય છે જ્યારે આમ કરવાથી મુસાફરોને તેમના રૂપિયા પણ વધારે જતા હોય છે અને તેમનો ટાઈમનો પણ વધારે પડતો બગડતો હોવાના લીધે લીમખેડા મીની બસ એક ચાલુ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે જ્યારે ધાનપુર રઈ બાર લીમખેડા વગેરે બસોના રૂટો પણ બંધ થઈ જવાથી ત્યાંના મુસાફરને પણ અગવડ ઊભી થઈ છે જ્યારે બારીયા થી સંજેલી એક વાગ્યે ચાલતી બસને પણ બંધ કરી દેવાથી આ બસોના મુસાફરોને પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરીને જવું આવું પડતું હોય છે ખરેખર આ ભર ઉનાળે બધી બસો બંધ કરી દેવાથી મુસાફરોને આવવા જવા માટે અગવડતા ઊભી થવાની મુસાફરોને સોસાવાનો વારો આવ્યો છે જે એમની તકલીફોમાં વધારો થયો માટે આ બધી બસો ફરીથી ચાલુ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે જ્યારે નવી બસો ચાલુ કરવાની જગ્યાએ સરકારી તંત્ર દ્વારા બસો ને બંધ કરી દેવામાં આવતા મુસાફરોને તકલીફો ઉઠાવી પડતી હોય છે..