Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના મલેકપુર ગામે નલ સે જલ યોજના મોટાભાગના ફળિયામાં પાણી નહીં મળતાની બુમો.       

May 11, 2023
        3957
સિંગવડ તાલુકાના મલેકપુર ગામે નલ સે જલ યોજના મોટાભાગના ફળિયામાં પાણી નહીં મળતાની બુમો.       

કલ્પેશ શાહ  :- સિંગવડ             

સિંગવડ તાલુકાના મલેકપુર ગામે નલ સે જલ યોજના મોટાભાગના ફળિયામાં પાણી નહીં મળતાની બુમો.               

સિંગવડ તાલુકાના મલેકપુર ગામમાં નળ સે જલ યોજના ચાલુ કરવામાં આવી પરંતુ આ નળ સે જળ યોજના ખાલી શોભાના ગાઠીયા સમાન સાબિત થઈ હોય તેમ છે મલેકપુર ગામના રાવત ફળિયા ભુરીયા ફળિયા કટારા નિશાળ ફળિયા ભાભોર ફળિયા વગેરે ફળિયામાં આ નળ સે જળ યોજના ના કનેક્શન માં પાણી નહીં આવતા લોકોને ગુમો ઉઠવા પામી છે જ્યારે બામણીયા ફળિયામાં નળ સે જલ ની લાઇન જ ફીટ કરવામાં નથી આવી જ્યારે ઘણા ફળિયામાં તો હજુ  નલ સે જલ યોજના ના પાણીનું ટેસ્ટિંગ જ કરવામાં  આવ્યુ નથી જ્યારે સરકાર આ નલ સેજલ યોજના માટે કરોડ રૂપિયા ખર્ચીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે કરી રહી છે ત્યારે આ  ગામડામાં હજુ લોકોના ઘર સુધી નળશે જળના કનેક્શન પહોંચ્યા નથી અને પહોંચ્યા છે તો તેમાં પાણી આવતું નથી તો પછી આ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને પાણી આપવાનું ખાલી કાગળ પર બની રહે તેમ લોકોમાં ચર્ચા બની રહી છે જ્યારે આ નલ સે જલના પાણી ની ખાસ ભર ઉનાળે જરૂર હોય તો આ નળશે જળમાં પાણી આવ્યું નથી જ્યારે આ નળશે જળ ના પાણી શું ચોમાસા કે શિયાળામાં આવશે તેમ લોકો માં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ નળશે જળ ના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ફટાફટ કામ પૂર્ણ કરીને નળમાં પાણી આવે તો આ ભર ઉનાળે  લોકોને આ પાણી ઉપયોગી બને તેમ છે જ્યારે લોકો આ નળશે જલ ના કનેક્શનમાં પાણી આવે તેની રાહ દેખીને બેસી રહ્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!