બાબુ સોલંકી સુખસર
*સુખસર ખાતેવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા.*
( પ્રતિનિધિ ) સુખસર,તા.10
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સુખસર પ્રખંડ દ્વારા સુખસર દયાળુ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા.કર્ણાટક ચૂંટણી માં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઘોષણા પત્રમાં બજરંગદળને આતંકવાદી સાથે સરખામણી કરવામાં આવી હતી.અને બજરંગદળ ઉપર પ્રતિબંધ કરવાની વાતો કરી હતી.તેના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો.જેના ભાગ રૂપે સુખસર માં પણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. અને દેશ કી રક્ષા કોન કરેગા? બજરંગદળ,બજરંગદળના નારા લગાવવામાં આવ્યા હતા.