કલ્પેશ શાહ સિંગવડ
સિંગવડ તાલુકાનું તાલુકા કક્ષાનો વડાપ્રધાન મન કી બાત નો 100મો એપિસોડ પીસોઈ ખાતે નિહાળવામાં આવ્યો…
સિંગવડ તાલુકા કક્ષાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો 100મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ પીસોઈ મુકામે 11 કલાકે યોજવામાં આવ્યો જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો અને 500જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌએ સાથે મળીને મન કી બાત નો 100મો એપિસોડ નિહાળ્યો હતો જ્યારે આ મન કી બાત કાર્યક્રમ પહેલા સાંસદ તથા ધારાસભ્ય દ્વારા દીપ પ્રગટાવવામાં આવ્યો હતો ત્યાર પછી આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સાંસદ દ્વારા પીસોઈ ગામના વડીલોને સાલ ઓડાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો જ્યારે રંધીપુર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.