રેસ્ટ ઓફ ધ રેર તેમજ ખુબ જ ઘાતક અને જીવલેણ ગણાતી XDR TB નો પ્રથમ કેસ ઝાયડસ હોસ્પિટલમાં નોંધાયો
મેડિકલ સાયન્સની ભાષામાં તેમજ WHO ની રિપોર્ટ પ્રમાણે ખુબજ ઘાતક અને જીવલેણ ગણાતી XDR TB ના દર્દીઓમાં રિકવરી રેટ ઓછો તેમજ મોતનો આંકડો વધુ..
દાહોદ તા.29
મેડિકલ સાયન્સની દુનિયામાં રેસ્ટ ઓફ ધ રેર ગણાતી ગંભીર બીમારીથી પીડિત મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાનો દર્દી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.જોકે રેસ્ટ ઓફ ધ રેર ગણાતી આ ગંભીર બીમારીથી પીડિત દર્દી ઉપર કોઈપણ જાતની રોગપ્રતિકારક શક્તિ વધારતી એન્ટીબાયોટિક પ્રકારની કોઈપણ દવાનો અસર થતો નથી એક સર્વેક્ષણ મુજબ ગંભીર બીમારીથી પીડિત આવા દર્દીઓમાં માત્ર ૩૪ ટકા જેટલા લોકો આ બીમારીમાં રીકવર થાય છે બાકીના દર્દીઓ મોતને ભેટે છે
મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લામાં આશીર્વાદરૂપ સાબિત થતું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉત્તમ સારવાર થકી ગંભીરથી અતી ગંભીર બીમારીઓના નિદાન કરી નવા નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં રેસ્ટ ઓફ ધ રેર ગણાતી XDR tuberculosis નામક જીવલેણ બીમારીથી પીડિત મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી નોંધાયેલા આ 57 વર્ષીય દર્દી હાલમાં દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે આ બીમારી કેટલી ગંભીર છે તેનું અનુમાન એના પરથી લગાવી શકાય છે કે 2017 સુધી 117 દેશોમાં આ બીમારીથી પીડિત 10,800 જેટલા દર્દીઓ નોંધાયા હતા જે પૈકી ભારતમાં 2,650 દર્દીઓ હાલ સુધીમાં નોંધાઈ ચૂક્યા છે WHO ના પ્રમાણે MDR /RR ટીબીના મામલામાં દુનિયાભરમાં 47 ટકા જેટલા હોય છે એમાંય વૈશ્વિક સ્તર પર XDR ટીબીના સારવારની સફળતા દર માત્ર ૩૪ ટકા જેટલો નોંધાયેલો છે એટલે આ બીમારીથી પીડિત દુનિયાભરના માત્ર 34% દર્દીઓ સાજા થાય છે બાકી દર્દીઓ આ બીમારીથી મોતને ભેટે છે ત્યારે તબીબોના જણાવ્યા અનુસાર XDR TB ના દર્દી પહેલા સામાન્ય રીતે ટીબીનો દર્દી હોય છે આ બીમારીની યોગ્ય સારવાર અને દરકાર ન કરવામાં આવે તો આ બીમારી MDR TB તરીકે વિકસિત થાય છે અને તેમાં પણ યોગ્ય અને નિયમિત રૂપે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી XDR TB તરીકે રૂપાંતરિત થાય છે સાયન્સની ભાષામાં જે રેસ્ટ ઓફ ધ રેર તેમજ તેની સાથે સાથે ગંભીર અને જીવલેણ ગણાતી આ બીમારીથી પીડિત દર્દી ઉપર કોઈપણ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓનો અસર થતો નથી માત્ર આ બીમારીને લગતી જ દવાઓ લાંબા સમય સુધી લેવી પડે છે તેમાં રિકવરીનો ચાન્સ બહુ ઓછો હોય છે જેના પગલે આ બીમારીથી પીડિત દર્દીઓમાં મોતનો આંકડો વધી જવા પામે છે પરંતુ હવે બદલાતા સમયમાં આ બીમારીનો ઈલાજ પણ શોધી લેવામાં આવ્યો છે તાજેતરમાં અમેરિકામાં નવી દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં XDR TB ના 109 જેટલા દર્દીઓને સામેલ કરવામાં આવ્યો છે જેમાં આ નવી દવાઓએ 90% સારવારમાં સફળતા મેળવી છે જોકે હાલ ભારતમાં આ દવાઓ પહોચી નથી જેના કારણે આ બીમારીથી પીડિત દર્દીઓનો રિકવરી રેટ ઓછો રહે છે અને મોતનો આંકડો વધી જવા પામે છે.