Sunday, 13/07/2025
Dark Mode

દાહોદના કાળીયાવાડ ગામની ઘરફોડ સહીત 11 આંતર રાજ્ય ઘરફોડ ચોરીમાં ચાર વર્ષથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દાહોદ એસીબીએ ઝડપી જેલ ભેગા કર્યા..

July 3, 2021
        1088
દાહોદના કાળીયાવાડ ગામની ઘરફોડ સહીત 11 આંતર રાજ્ય ઘરફોડ ચોરીમાં ચાર વર્ષથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દાહોદ એસીબીએ ઝડપી જેલ ભેગા કર્યા..

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદના કાળીયાવાડ ગામની ઘરફોડ સહીત 11 આંતર રાજ્ય ઘરફોડ ચોરીમાં ચાર વર્ષથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દાહોદ એસીબીએ ઝડપી જેલ ભેગા કર્યા 

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના કાલીયાવાડ ગામે ઘરફોડ ચોરી તેમજ જિલ્લામાં તેમજ જિલ્લા બહાર આંતર રાજ્યમાં ઘરફોડ ચોરીના કુલ ૧૧ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો અને તેના મુખ્ય સુત્રધાર ગણાતા આરોપી મળે કુલ બે આરોપીને આજરોજ દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામેથી પોલીસે વોચ દરમ્યાન મોટરસાઈકલ સાથે બંન્ને આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.

દાહોદના કાળીયાવાડ ગામની ઘરફોડ સહીત 11 આંતર રાજ્ય ઘરફોડ ચોરીમાં ચાર વર્ષથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દાહોદ એસીબીએ ઝડપી જેલ ભેગા કર્યા..

ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે ઘરફોડ ચોરીનો આરોપી તેમજ તેનો મુખ્ય સુત્રધાર આરોપી એમ બંન્ને આરોપીઓ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે દહમાં ફળિયામાંથી મોટરસાઈકલ લઈ નીકળતાં હોવાની દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આ સ્થળે વોચ ગોઠવી ઉભા હતાં તેવામાં આરોપી મહેશભાઈ હિમલાભાઈ દહમા (રહે. કાલીયાવાડ, દહમા ફળિયુ, ધાનપુર,જિ.દાહોદ) અને તેની સાથે મુકેશભાઈ બળવંતભાઈ દહમા (રહે. કાલીયાવાડ, દહમા ફળિયું, તા.ધાનપુર,જિ.દાહોદ) એમ બંન્ને જણાને પોલીસે મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યાં હતાં. આ આરોપીઓએ તેમજ તેમની ગેંગના માણસોએ જિલ્લામાં તેમજ જિલ્લા બહાર કુલ ૧૧ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

આ ગેંગમાં કુલ ૦૬ સભ્યો સંકળાયેસ છે જે પૈકી પકડાયેલ આરોપી મહેશભાઈ હિમલાભાઈ દહમા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ઘરફોડ ચોરીના બે ગુન્હાઓ પણ નોંધાયેલ છે તેમજ એક ગુન્હો ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં અને એક પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલ છે અન્ય પકડાયેલ આરોપી મુકેશભાઈ બળવંતભાઈ દહમાએ વર્ષ ૨૦૧૮ની સાલમાં ઘરફોડ ચોરીના કુલ ૦૯ ગુનામાં પકડાયેલ જેમાં ગોધરા શહેરના બે, દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બે, હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારનાએક, વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક, વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાઈ ચુકેલ છે.

આ આરોપીઓ અને તેમની ગેંગના માણસો દિવસ દરમ્યાન મજુરી કામના બહાને સ્થળ જગ્યાની રેકી કરીરાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા થતાં હતાં અને પોતાની સાથે લાકડીઓ જેવા મારક હથિયારોથી સજ્જ થઈ રેકી કરેલ બંધ મકાન તેમજ દુકાનોને નિશાન બનાવતાં હતાં અને ચોરીને અંજામ આપતાં હતાં 

દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી તેમની ગેંગના અન્ય સાગરરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

 

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!