ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુર નગરપાલિકાની બલીહારી…જુના રસ્તા બનાવવાની જગ્યાએ નવા બનવેલા રસ્તા જેસીબી વડે તોડી નાખ્યા…
પાલિકાને એવી શું જરૂર પડી કે દોઢ વર્ષ અગાઉ નવો રસ્તો બનાવેલો તોડી નાખ્યો…
સંતરામપુર તા.25
ગુજરાત સરકાર દ્વારા પાલિકામાં નગરજન અને પ્રાથમિક સુવિધા અને પાણી રસ્તા અને સફાઈ મળી રહે તેના હેતુથી મોટા પ્રમાણમાં રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ પાલિકા દ્વારા આ સરકારી ગ્રાન્ટનું ઉપયોગ થઈ રહેલો તે જોવાઈ રહ્યું છે સંતરામપુર વોર્ડ નંબર 2 માં બ્રાહ્મણવાડા વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ આરસીસી સળિયાઓ નાખીને આજ નગરપાલિકાએ પાકા રસ્તા બનાવવામાં આવેલા હતા અને તેની પાછળ લાખો રૂપિયા ખર્ચી પણ નાખેલા હતા અને આ રસ્તા ઉપર જરાય તિરાડ કે કે નુકસાન થયેલું ન હતું તેમ છતાં આજે આ પાકતા રસ્તા ની મજબૂત રસ્તો જે બનાવેલો હતો તેને જેસીબી દ્વારા ીી બળજબરી તોડી પાડવામાં આવેલો છે આવા નવા જ બનાવેલા રસ્તાની ખોટી રીતે તોડી પાડીને સરકારની મોટા પ્રમાણની રકમની દૂર ઉપયોગ થઈ રહ્યો છે અને નાણાનો વેડફાડ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ મોટા બજારમાં મોટા મોટા ખાડા પડેલા છે સત્ય પ્રકાશ સોસાયટીમાં રોડ તૂટી ગયેલો છે તેવા વિસ્તારોમાં સુવિધા આપવાના બદલે નગરપાલિકાને એવું શું સોજીઓ કે કે નવા રસ્તા તોડવા પડ્યા જો આ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આ બાબતનો ખુલાસો માંગવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે આ બાબતમાં નગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે..