વસાવે રાજેશ :- દાહોદ
બિરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માંગ સાથે આદિવાસી સમાજે ખેરગામ પોલિસ સ્ટેશનમાં રજૂઆત..
ખેરગામ :- તા.24
થોડા દિવસ પહેલા અજાણ્યા અસામાજિક તત્ત્વો દ્વારા ખેરગામ તાલુકા ખાતે જનતા હાઇસ્કૂલ નજીક આદિવાસી સમાજના મહાન જનનાયક અને ભારતના સ્વાતંત્રસેનાની બિરસા મુંડાજીની પ્રતિમામાંથી ધનુષ તીર તોડી નાંખી ખેરગામ તાલુકાનો શાંતિપૂર્ણ માહોલ ખરાબ કરવાની કોશિષ કરેલ હતી.આ ઘટનાથી આદિવાસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ હતી જેના પગલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ખેરગામ પોલિસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી પોલિસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી બિરસા મુંડાની પ્રતિમા સાથે ચેડા કરી લાગણી દુભાવનાર અજાણ્યા ઈસમો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી હતી.ખંડિત મૂર્તિ રાખવી એ દેશના ગર્વ સમાન મહાન વ્યક્તિનું અપમાન કરવા બરાબર ગણાતું હોય ખેરગામ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સમક્ષ તાલુકાના વિકાસના બજેટમાંથી 30 દિવસની અંદર હાલની પ્રતિમા કરતા પણ વધારે વિરાટ અને ભવ્ય પ્રતિમા મૂકી વીરશહીદ બિરસા મુંડાને વધુ સન્માન આપવા આગ્રહ કરેલ હતો.આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ માત્ર દસ જ દિવસનાં સંગ્રહ થતાં હોવાને કારણે પોલિસને પોતાની કાર્યવાહી કરવામાં તકલીફ પડી રહેલ હોવાથી ફુલ એચડી સીસીટીવી 30 દિવસની સ્ટોરેજ કેપેસીટી સાથે મુકવા માંગ કરેલ હતી.આ બાબતે ઉપસ્થિત સામાજિક આગેવાનોએ મીડિયા સમક્ષ અસામાજિક તત્વોને ચેતવણીના સૂરમાં જણાવેલ કે આદિવાસી સમાજ હંમેશા તમામ સમાજને સાથે લઇ શાંતિપૂર્ણ અને કાયદાનું માનસન્માન જાળવીને જીવનારો સમાજ છે.પરંતુ એજ શાંતિપૂર્ણ વ્યવહારને ઘણા અસામાજિક તત્ત્વો નિર્બળતા તરીકે ગણી વારંવાર સમાજની લાગણીઓ દુભાય એવા કૃત્યો કરી કાયદો વ્યવસ્થા ડહોળાય એવા પ્રયત્નો કરતા આવેલ છે.વારંવાર કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી માત્ર આદિવાસી સમાજની જ નથી એ વાત તંત્રએ પણ સારી રીતે સમજવી પડશે અને આવા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી એલોકોને સીધાદોર કરવા પડશે.જો 30 દિવસની અંદર અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની નોબત આવશે અને એના લીધે કાયદોવ્યવસ્થા ખોરવાશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એ વાત ધ્યાને લેવા આગ્રહ કરેલ હતો.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,કમલેશ પટેલ,પંકજ પટેલ દેગામ,કુંજન પટેલ,જયેન્દ્ર ગાંવિત,ડો.નિરવ ગાયનેક,પંકજ પટેલ સાદડવેલ,હિમાંશુ પટેલ,અરુણ પટેલ,નાનુભાઈ પટેલ,ડો.કૃણાલ,ડો.પંકજ, કીર્તિ પટેલ,દલપત પટેલ,ભગવતીબેન માહલા,મુકેશભાઈ આર્મી,જયેશભાઈ ડી.ઓ.,વિજય કટારકર,મંગુભાઇ,ઠાકોરભાઈ, ઈશ્વરભાઈ,બંટી ઢોડિયા, પ્રતિક ચૌધરી,કાર્તિક ચૌધરી,શૈલેષભાઇ પટેલ, ,મિન્ટેશ,ચંપકભાઈ,ઉમેશ વાડ, કાર્તિક,જીગર,રીંકેશ,હર્ષદભાઈ,પ્રવીણભાઈ,જીતેન્દ્ર,નિમેષ જાદવ,શીલાબેન,જાગૃતિબેન,વંદના,નીતા,પ્રિતેશ,ભાવેશ, ભાવિન,મનીષ ઢોડિયા,દિપક પટેલ,મિતેષ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.કાયદો વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનઇચ્છનિય બનાવ નહીં બને તે માટે પોલિસ અધિકારી જયદીપસિંહ ચાવડા દ્વારા જડબેસલાક સુરક્ષા ગોઠવવામા આવેલ હતી.