Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ:કોરોના ગાઇડલાઇનના પાલન સાથે રવિવારે વાણિજય પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે:- કલેક્ટરશ્રી ડો. હર્ષિત ગોસાવી

July 3, 2021
        705
દાહોદ:કોરોના ગાઇડલાઇનના પાલન સાથે રવિવારે વાણિજય પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે:- કલેક્ટરશ્રી ડો. હર્ષિત ગોસાવી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

વેપારીઓની આતુરતાનો અંત: કોરોનાની બીજી લહેર શાંત પડતા અઢી માસ બાદ રવિવારે વાણિજ્ય પ્રવૃતી માટેનો પ્રતિબંધ હટાવાયો 

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના નવા કલેક્ટર હર્ષિત ગોસાવીના આગમન સાથે તેઓના આગમમના બીજા રવિવારથી એટલે કે, તારીખ ૦૪.૦૭.૨૦૨૧ને રવિવારના રોજથી પ્રતિ રવિવારે વેપાર, ધંધા શરૂં કરવા ઈચ્છા વેપારીઓ સરકારના જાહેરનામા મુજબ પોતપોતાના રોજગાર, ધંધા ચાલુ રાખી શકશે તેવો આદેશ કરતાં દાહોદ જિલ્લાના વેપારી આલમમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

 

દાહોદ:કોરોના ગાઇડલાઇનના પાલન સાથે રવિવારે વાણિજય પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે:- કલેક્ટરશ્રી ડો. હર્ષિત ગોસાવી

#paid pramotion

Contact us :- sunrise public school 

કોરોના વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં સમગ્ર દેશવાસીઓ માટે આ કોરોનાની બીજી લહેર ઘાતક સાબીત થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરના પ્રારંભ સાથે રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને પ્રતિ રવિવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારોમાં સેનેટરાઈઝર ઝાંટવાની કામગીરી કરવામાં આવતી હતી અને હાલ પણ આ કામગીરી ચાલુજ છે ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં સદંતર ઘટાડો અને શુન્ય કેસો નોંધાતાં જિલ્લાના આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. છેલ્લા ઘણા મહિનાઓથી પ્રતિ રવિવારે દાહોદ જિલ્લામાં વાણિજ્ય પ્રવૃતિઓ પર જે તે સમયના કલેક્ટર વિજય ખરાડી દ્વારા કોરોનાની પરિસ્થિતીને અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લાના નવા કલેક્ટર હર્ષિત ગોસાવી દ્વારા હવે દાહદોદ જિલ્લામાં પ્રતિ રવિવારે એટલે કે, તારીખ ૦૪.૦૭.૨૦૨૧થી જે વેપારીઓ પોતાના વેપાર, ધંધા શરૂં રાખવા ઈચ્છતા હોય તે રાજ્ય સરકારના જાહેરનામા મુજબની સમયમર્યાદા તથા કોવિડ સંક્રમણની આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અનુસાર વાણિજ્ય પ્રવૃતિઓ ચાલુ રાખી શકે છે તેવા નિર્ણય કરતાં જિલ્લાના વેપારીઓમાં આનંદની લાગણી જાેવા મળી હતી. હવે રાબેતા મુજબ દર રવિવારે વેપાર, ધંધા પુનઃ ધમધમશે અને બજારોમાં ચહલ પહલ જાેવા મળશે તેમ લાગી રહ્યું છે ત્યારે કોરોના ગયો નથી, તેવા વિચાર અને સાવચેતી સાથે જિલ્લાવાસીઓ વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી બજારોમાં ભીડ ન કરે અને માસ્ક, સેનેટરાઈઝરનો પણ સંપુર્ણ પણે ઉપયોગ કરે તે હિતાવહ્‌ છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!