દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટરોડનું નિર્માણ કાર્યનું પ્રારંભ…
દાહોદ નગરપાલિકા તેમજ સીટી સર્વે દ્વારા ડિટેલમાં માપણી કરી દુકાનદારોના નામ સરનામા સાથેની યાદી તૈયાર કરવા કવાયત હાથ ધરાઈ….
નામ સરનામા સાથેની યાદી તેમજ માપણી બાદ કયા વિસ્તારમાં કેટલું અવરોધ રૂપ દબાણ છે..?તે અંગે સ્પષ્ટતા થવાના અણસાર.
દાહોદ તા.20
દાહોદમાં સ્માર્ટસીટી અંતર્ગત 10 જેટલાં સ્માર્ટરોડના અપગ્રેડેશનની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સ્માર્ટરોડમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં માટે સ્માર્ટસીટીની સમીક્ષા બેઠકમાં પહેલેથી જ નિર્દેશો કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત આજરોજ દાહોદ નગરપાલિકાના અધિકારીઓ તેમજ સીટી સર્વેના કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા શહેરના સ્ટેશન રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં દુકાનદારોના નામ,સરનામા તેમજ દુકાનદાર કે પેટા ભાડુઆત છે તે અંગેની માહિતી એકત્ર કરી મેજરમેન્ટ દ્વારા માપણી કરવામાં આવી હતી. જોકે હાલ તો પાલિકા દ્વારા દુકાનદારોના નામ સરનામા સાથેની યાદી તેમજ ડિટેલમાં માપણી કરવામાં આવી રહી છે ત્યારે સ્માર્ટ રોડમાં કયા વિસ્તારમાં કેટલા અવરોધ રૂપ દબાણો તૂટે તે આવનાર સમયમાં સ્પષ્ટ થાય તેમ છે.
દાહોદને સ્માર્ટ સિટીમાં સામેલ કર્યા બાદ સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના અનેકવિધ પ્રોજેકટો પૂર્ણ થઈ જવા પામ્યા છે તો છાપ તળાવ બ્યુટીફિકેશન સહિતના કામો પૂર્ણતાના આરે છે.જોકે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અવધિ જૂન 2023 પૂર્ણ થવા જઈ રહી છે.ત્યારે દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દુધીમતી નદી બેટીફીકેશન, સ્માર્ટ નગરપાલિકા બિલ્ડીંગ, માર્ટ રોડ સહિતની કામગીરી હજી પણ અધુરી પડી છે ત્યારે હાલ 54.7 કરોડના ખર્ચે દાહોદ શહેરના જુદા-જુદા 10 મુખ્ય માર્ગો સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ અપગ્રેડેશનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. તાજેતરમાં આ 10 જેટલાં સ્માર્ટ રસ્તાઓમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા અંગે સ્માર્ટ સિટીની સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અને સ્માર્ટ સિટીના ચેરમેન દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં પત્ર પાઠવી સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અધિકારીઓ સીટી સર્વે કચેરીના અધિકારીઓ દ્વારા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં માર્કિંગ પણ કરવામાં આવ્યા હતા. સ્ટેશન રોડના આ સ્માર્ટ રોડમાં અપગ્રેડેશનમાં અંદાજે 40 મીટરની પહોળાઈ ધરાવતો હોવાનું કહેવાયું છે ત્યારે ઘણા બધા અવરોધ રૂપ દબાણો હોવાથી વેપારીઓના એક તરફ જીવ પડી કે બંધાઈ ગયા છે બીજી તરફ ભયનો સંચાર પણ થયો છે. શહેરમાં કોની કેટલી દુકાન જશે. કેટલું દબાણ તૂટશે.? તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ જોર શોરથી ઉઠવા પામી છે.ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સીટી સર્વેના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર બંને બાજુમાં આવેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરોમાં દુકાનદારોના નામ સરનામા સાથેની યાદી તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સીટી સર્વે દ્વારા ડિટેલમાં મેજરમેન્ટ થી માપણી કરવામાં આવી હતી. હાલ પાલિકા તેમજ સીટી સર્વે દ્વારા પાલિકાના શોપિંગ સેન્ટરો સહિત 10 જેટલા જુદા જુદા સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણોમાં માપણી કરી માર્કિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પક્રિયા પૂર્ણ થયા બાદ કયા વિસ્તારમાં કેટલું અવરોધ રૂપ દબાણો છે. તે અંગે પાલિકા દ્વારા નોટિસ મારફતે સ્પષ્ટ કરવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યો છે.