Friday, 12/12/2025
Dark Mode

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત 110 કરોડના ખર્ચે છાપ તળાવનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણતાના આરે: પાલિકા પ્રમુખ સહિત કાઉન્સિલરોએ છાબ તળાવની વિઝીટ કરી.

April 19, 2023
        1573

છાબ તળાવનું પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણની શક્યતાઓ…

 છાબ તળાવમાં સુંદર બાગ બગીચો,વોટર ફાઉન્ટેન, બોટિંગ ફરવા ફરવા માટે, વોકિંગ ટ્રેક, બાળકો માટે રમવા માટેના સંસાધનો, તેમજ ફૂડ ઝોનની સુવિધા ઉભી કરાઈ. 

દાહોદ તા.20

દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત કરોડોના ખર્ચે બ્યુટીફિક્શન કરવામાં આવેલ ઐતિહાસિક છાબ તળાવની દાહોદ નગર પાલિકા પ્રમુખ સહિત પાલિકા ટીમે મુલાકાત લીધી હતી.

 દાહોદને સ્માર્ટ સિટીની સૂચિમાં સામેલ કર્યા બાદ સ્માર્ટ સિટી અંતર્ગત ઘણા ખરા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે અથવા તો પૂર્ણ થવાના આરે છે. ત્યારે દાહોદની ઐતિહાસિક ધરોહર ગણાતા સિધ્ધરાજ જયસિંહ તળાવ (છાબ તળાવ)ને 110 કરોડના ખર્ચે અમદાવાદના કાંકરિયા લેક ની તર્જ પર બ્યુટીફિકેશનનો કાર્ય પૂર્ણતાના આરે છે.અને પહેલી મે ગુજરાત સ્થાપના દિન દિવસ નિમિત્તે વિવિધ

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત 110 કરોડના ખર્ચે છાપ તળાવનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણતાના આરે: પાલિકા પ્રમુખ સહિત કાઉન્સિલરોએ છાબ તળાવની વિઝીટ કરી.

સુવિધાઓ તેમજ સૌંદર્યકરણથી પરિપૂર્ણ આ છાબ તળાવને દાહોદ વાસીઓને લોકાર્પણ કરવાનું કહેવાય રહ્યું છે. જે અંતર્ગત આજરોજ સાંજના સમયે સ્માર્ટ સીટીના અધિકારીઓ કર્મચારીના સાથે રાખી પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલએ દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થનાર છાબ તળાવના બગીચાની વિઝીટ કરી અને હાલ બગીચાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે.અને દાહોદવાસીઓ પણ કરોડોના ખર્ચે તૈયાર થનાર બગીચાની લોકાર્પણ થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ છાપ તળાવનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે થનાર છે. ત્યારે બગીચામાં કેટલી કામગીરી હજી બાકી છે.અને તે ક ક્યારે પૂર્ણ થશે? એની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીએ છે કે આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. અને ભૂતકાળમાં દાહોદની ઐતિહાસિક ધરોહર ગણાતા છાબ તળાવને બદલાતા સમયના વહેણમાં નવી પેઢી માટે બ્યુટીફીકેશન કરી સોંદર્યકરણ

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત 110 કરોડના ખર્ચે છાપ તળાવનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણતાના આરે: પાલિકા પ્રમુખ સહિત કાઉન્સિલરોએ છાબ તળાવની વિઝીટ કરી.

કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ છાબ તળાવ તેની સૌંદર્યતા કેટલા સમય સુધી જાળવી રાખે છે. તે મહત્વનું છે. જોકે આજરોજ પાલિકા પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો છાપ તળાવની વિઝીટ માટે આવ્યા હતા ત્યારે આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, તુલસી જેઠવાની, કિંજલ પરમાર, રંજન રાજહંસ, ચંદ્રકાંતા ધાનકા બીજલ ભરવાડ , લક્ષ્મિબેન ભાટ અને પ્રેમિલાબેન શત્રિય ઉપસ્થિત રહી ને દાહોદ છાબ તળાવના બ્યુટીફિક્શન અને બગીચાઓની કામગીરી જોઈ ખુશ થયા હતા અને વેહલી તકે લોકાર્પણ થશે તેવી આશા વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!