ઈરફાન મકરાણી :- દે. બારીયા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પૂરતી સીમિત..
દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પીપલોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાના દારૂ સાથે બેની અટકાયત કરી..
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસીંગની ટ્રકમાંથી 17.89 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો..
પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ ટ્રક મળી 32 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો.
દાહોદ તા.17
દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા દારૂ ભરેલા ટ્રક સાથે બે ખેપીયાઓને ઝડપી જેલભેગા કર્યા છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશ દારૂનો જથ્થો, ટાટા કંપનીનું ટ્રક તેમજ મોબાઇલ ફોન મળી 32 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આમ તો ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની બદી અમલમાં છે પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દારૂબંધીની અમલવારી કાગળ પૂરતી સીમિત હોય તેમ લાગી રહ્યું છે. મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી બુટલેગર તત્વો લગ્નસરાની સિઝનમાં તગડો નફો રડી લેવા માટે સક્રિય બન્યા છે ત્યારે વિદેશી દારૂની બદીને ડામી દેવા દાહોદ જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે તેવામાં દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળ થાય છે. તેવી જ રીતે આજરોજ પણ પીપલોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લાખ રૂપિયા નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાપડી છે. જેમાં
ભેમારામ જેઠારામ જાતે.ચૈાધરી (જાટ) રહેવાસી.માઇલોન કાડેર, ખુડાસા તા.જી.બાડમેર (રાજસ્થાન)તેમજ મોહનરામ ધમડારામ જાતે.ચૈાધરી (જાટ) રહેવાસી.સુથારોકી ઢાણી સુથારોકી બૈરી તા.સીળધરી જી.બાડમેર (રાજસ્થાન) નાઓ રાજસ્થાન પાસિંગની RJ-06-GC-8504 નંબરની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી ગોધરા તરફ જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસ મથકના પીએસઆઇ જી.બી. પરમાર તેમજ અન્ય પોલીસ જવાનો વાહન ચેકિંગમાં ઉભા હતા તે દરમિયાન આ ટ્રક આવતા પોલીસે આ ટ્રકને ઉભી રાખી તલાસી લેતા પોલીસ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી. ત્યારબાદ આ વિદેશી દારૂના જથ્થા તેમજ ડ્રાઇવર તેમજ ક્લીનરને પીપલોદ પોલીસ મથક પર લાવવામાં આવ્યા હતા જ્યાં ટ્રકમાં મુકેલા વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 507 પેટીઓમાં 9,612 બોટલો મળી કુલ 17,89,572 લાખનો દારૂ, 11000 રૂપિયા કિંમતના ત્રણ મોબાઇલ ફોન, તેમજ 14 લાખની ટ્રક મળી કુલ 32,00,572 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પકડાયેલા બંને ખેપીયાઓ વિરુદ્ધ પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.