ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં 4:30 કરોડના ખર્ચે બનાવેલું બસ સ્ટેશનમાં સુવિધાઓનો નામે મીંડું
ઉનાળાની આકરી ગરમીમાં બસ સ્ટેશનમાં લગાવેલા પંખા શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા: બસની રાહ જોતા મુસાફરો પરસેવે રેબઝેબ..
સંતરામપુર તા.16
સંતરામપુર એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા મળી રહે તેના હેતુથી 4.30 કરોડના ખર્ચે બસ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું હતું.ત્યારે સંતરામપુરમાં 41 ડિગ્રી ગરમીને ચાલી રહેલો છે ત્યારે એસટી ડેપોમાં મોટી સંખ્યામાં બેઠેલા મુસાફરો પરંતુ પંખાઓ સંપૂર્ણ બંધ જોવા મળી આવેલા હતા.મુસાફરોની એસટી બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું.અને સંપૂર્ણ બસ મથકમાં પંખા મૂકવામાં આવેલા હતા. આજે એસટી બસ ડેપોમાં બસની રાહ જોઈને બેસેલા મુસાફરો કલાકો સુધી બેસી રહ્યા હતા અને ગરમીમાં લથપથ થઈ ગયા પછી ડેપોમાં મૂકવામાં આવેલા એક પણ પંખો ચાલુ ન હોવાનું જોવા મળ્યો હતો.કંટ્રોલ પોઈન્ટમાં અને ફરજ પરના કર્મચારીઓના ઓફિસમાં પંખા ચાલુ રાખવામાં આવે છે. પણ જ્યારે મુસાફરો એસટી બસ ડેપોની કમાઈને આપે છે. અને રૂપિયા ખર્ચ કરે છે ત્યારે મુસાફરો માટે પંખા જોવા મળી આવેલા હતા. નિયમ મુજબ ઉનાળા સમય દરમિયાનમાં એસટી ડેપોમાં પંખાઓ ચાલુ રાખવાનું ફરજમાં આવતી હોય છે તેમ છતાં એસટી ડેપોના ઇન્ચાર્જ અને અધિકારીઓ પોતાની ફરજ ભૂલીને મુસાફરોને ગરમીમાં ગરમી સહન કરવા માટે મજબૂર કર્યા પણ પંખાઓ ચાલુ ના રાખ્યા હતા. જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.