કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ નગર માં ડૉ.બાબા સાહેબ આંબેડકર ની 132મી જન્મ જ્યંતિ ની ઉજવણી કરવામાં આવી.
આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિની ઉજવણી સીંગવડ માં કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે ભાજપ તાલુકા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ભાભોર સાથે તાલુકા પ્રમુખ, તાલુકા સભ્યો અને મોરચા ના મંત્રી મહામંત્રી સહીત ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરતાઓ અને ગ્રામજનો દ્વારા માં ચામુંડા મંદિર ચૌહાન ફળીયા સીંગવડ ખાતે
બાબાસાહેબ ની પ્રતિમા ને ફૂલહાર કરી આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા માટે નારાઓ લગાવ્યા હતાં.સાંસદ જસવંતસિંહ ભાભોર એ બાબા સાહેબ ના આદર્શો ને જીવનમાં લાવી આજ ના યુવાનો વ્યસન મુક્ત બની દેશ માટે આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી. જયારે મહેન્દ્રભાઈ પટેલ અને સુરેભાઈ ચૌહાણ દ્વારા બાબા સાહેબ ના જીવન ચરિત્ર ની વાતો પ્રસ્તૃત કરવામાં આવી હતી. મોટી સંખ્યા માં દરેક ધર્મ સમાજ ના અગ્રણીઓ, યુવાનો, માતાઓ બહેનો દ્વારા જય ભીમ ના નારા સાથે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા, અને સર્વ સમાજ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.