વસાવે રાજેશ દાહોદ
*સરકારી પરીક્ષાઓના ઉમેદવારોને પરીક્ષાઓ માટે ઘણે દૂર નંબર આવતાં પડતી અગવડતા નિવારવા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત*
વારંવાર રદ થયા પછી લેવાયેલ બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષામાં પરીક્ષા કેન્દ્રો પોતાના ઘરથી ઘણાં દૂર રખાતાં અનેક પરીક્ષાર્થીઓ ખાસ કરીને મહિલા ઉમેદવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.જેને પગલે સ્થાનિક વિધાર્થીઓએ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામનાં તબિબ ડો.નિરવ ભુલાભાઈ પટેલને આ બાબતે સરકારશ્રીને રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તે દિશામાં પ્રયત્નો કરવાની વિનંતી કરતા ડો.નિરવ ભુલાભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત આદિવાસી સમાજ ખેરગામનાં આગેવાનોએ વિદ્યાર્થીઓની વેદનાઓ ખેરગામ મામલતદાર મારફતે ગુજરાતનાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજ ખેરગામનાં મહામંત્રી કાર્તિક પટેલે જણાવ્યું હતું કે વારંવાર પરીક્ષાઓ રદ થવાથી મોટાભાગના ઉમેદવારો એમપણ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા હતા અને તેમા પણ પરીક્ષાના કેન્દ્રો પોતાના ઘરથી ખૂબ જ દુર ફળવાતા ઉમેદવારો તેમાં પણ ખાસ કરીને મહીલા ઉમેદવારો માટે પરિસ્થિતિ પડ્યા પર પાટું મારવા જેવી થઈ ગઈ હતી.કારણકે ઘરથી દૂર હોવાને આવજાવ માટે ફાળવેલ ૨૫૪ કરતા અનેકગણા રૂપિયાનો પણ ખર્ચો થયેલ હતો અને ખૂબ જ ભીડભાડમાં આવજાવ કરવાનુ થયેલ હોવાથી ખૂબ જ મોટો ખર્ચો ગરીબ ઉમેદવારોએ પણ લાચારીમાં ભોગવવાનો અને પરિણીત મહીલા ઉમેદવારોને દૂરથી આવવાથી પોતાના ઘરે પરત ફરીને પરીવાર અને બાળકોની જવાબદારી નિભાવવી મુશ્કેલ બની ગયેલી હતી.આ બાબતે અમે ગુજરાતનાં મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે હવે આવનાર દિવસોમાં લેવાનાર તમારી કમ ગ્રામપંચાયત મંત્રી સહિતની અન્ય પરીક્ષાઓમાં ખાસ કરીને મહિલા ઉમેદવારનુ પરીક્ષાનું સ્થળ કડક સુરક્ષા ઉપાયો અને ફોડનાર વિરૂદ્ધ કડકમાં કડક સજાની જોગવાઈ હેઠળ ઘરથી નજીકમાં જ અથવા રેલ્વે-બસ સ્ટેન્ડની નજીકના કેન્દ્રો પર પરીક્ષા કેન્દ્રો ફાળવી હજારો ગરીબ અને મધ્યમ વર્ગના તમામ ઉમેદવારોના લાભાર્થે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી હતી.આ પ્રસંગે ડો.કૃણાલ,મયુર,જીગર,દલપતભાઈ, કિર્તીભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .