
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ – ઈન્દોર રેલ પરિયોજના અંતર્ગત જમીન સંપાદન ની મંથર ગતિએ ચાલતી કામગીરી
૧૦ વર્ષ સુધી બંધ પડેલી યોજના બે વર્ષ થી પુનઃ શરૂ થતાં પ્રજા માં ખુશી ની લહેર હતી
જમીન સંપાદન માં જ વિલંબ સર્જાતા પરિયોજના પૂર્ણ થશે કે કેમ તે વિશે શંકા કુશંકા
૨૦૪.૭૦ કિ.મી ની યોજના પૈકી માત્ર ૭૭.૦૫ કિ.મી નુ કામ પૂર્ણ
દાહોદ તા.૩૦
દાહોદ ઈન્દૌર રેલ પરિયોજના પુનઃ એકવાર ભુગર્ભમાંથી ડોકીયું કરી બહાર આવી છે. કરોડોના ખર્ચે પુર્ણ થનારી આ યોજનાનું કામ કેટલીક પ્રતિકુળતાઓ અને પ્રવર્તમાન પરિસ્થિતીઓને આધિન લગભગ બંધ થઈ ગઈ હતી પરંતુ જાણવા મળ્યાં અનુસાર, આ રેલ પરિયોજનાને વધુ ૫૦ કરોડનું ફંડ મંજુર કરવામાં આવ્યું છે જેને પગલે હવે આ રેલ પરિયોજનાની કામગીરી આવનાર દિવસોમાં આગળ ધપશે તેવી આશાઓ સેવાઈ રહી છે. આ પરિયોજનાના અંગે રજુઆતો અને રેલ લાવો સમિતીનું ગઠન થતાં અગાઉ બજેટમાં ઈન્દૌર – દાહોદ રેલ પરિયોજના માટે માત્રને માત્ર ૨૦ કરોડ જેટલી નાનો ટુકડો ફાળવવામાં આવ્યો હતો જ્યારે હાલના બજેટમાં વધુ ૫૦ કરોડ મંજુર થતાં આ રેલ પરિયોજનામાં અત્યાર સુધી કુલ ૭૦ કરોડ મંજુર કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં આ રેલ પરિયોજનાનનું કામ પુનઃ શરૂ થવાની ગણતરીઓ મંડાઈ રહી છે જાે કે, આ પરિયોજનામાં પ્રાથમીક તબક્કાની જમીન સંપાદનની કામગીરી જ ખુબજ મથંરગતિએ ચાલી રહી હતી ત્યારે આ રેલ પરિયોજના ખરેખર પુરીપુર્ણ થશે કે કેમ? તેની મુંઝવણ પ્રજા માનસમાં ઉદ્ભવવા પામી છે. રેલ પરિયોજનાની પુર્ણતા સંપુર્ણ સંપાદિત થયાં પછી ચાર વર્ષના પુર્ણ થવાની ગણાવવામાં આવી રહી છે ત્યારે જમીન સંપાદનની કામગીરી ક્યારે પુરી કરાશે તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
ઈન્દૌર – દાહોદ નવી રેલ પ્રોજેક્ટનું કામ વર્ષ ૨૦૦૭ – ૦૮માં પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ કામગીરી વર્ષોથી ચાલી રહી છે પરંતુ આજદિન સુધી આ કામગીરીનો કોઈ અંત ન આવતાં આખરે કંટાળી પ્રજાજનોએ પણ તે તરફ જાણે નજર મંડરાવવાનું બંધ કરી દીધું છે. બીજી મંથરગતિએ ચાલતી આ કામગીરીએ વચ્ચે જાેર પકડ્યું હતું તો કોરોના વૈશ્વિક મહામારીના છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન ફરી શરૂં થઈ રહી છે તેવા સંકેતો મળી રહ્યાં છે અને જે તે સમયે આ કામના અનેક ટેન્ડરો પણ રદ થયા હોવાની બુમો ઉઠવા પામી હતી. અગાઉ રેલ બજેટમાં માત્ર ૨૦ કરોડ જેટલી રકમ આ પરિયોજનાને ફાળવવામાં આવી હતી જ્યારે આ વખતના બજેટમાં ૫૦ કરોડ મંજુર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કુલ ૭૦ કરોડ મંજુર થતાં હવે આ રેલ પરિયોજનાનું કામ આગળ વધશે તેમ લાગી રહ્યું છે. લગભગ જે તે સમયે આ પરિયોજનાનું ૨૦૪.૭૬ કિલો મીટર પૈકી માત્ર હાલ ૭૭.૦૫ કિલો મીટરનું કામ પુર્ણ હતું જેમાં ઈન્દૌર – રાઉના ૨૧ કિલોમીટરના રેલ લાઈનમાં કામકાજ ચાલી રહ્યું છે જ્યારે દાહોદ – કતવારા લાઈનમાં ૨૦૧૯ – ૨૦ ના સમયગાળા દરમ્યાન ૧૧ કિલોમીટરનું ૭૦ ટકા કામ પુર્ણ થઈ ગયું હોવાના અહેવાલો જેતે સમયે મળ્યાં હતાં બીજી તરફ પીટોલ – ઝાબુઆની ૧૨.૦૯ કિલોમીટરના કામમાં માત્ર ૨૫ ટકા કામ પુર્ણ થયું હતું અને હાલ કામગીરી ચાલુ છે ત્યારે ટીહી – ગુનાવાડના ૩૨.૦૬ કિલોમીટરમાં પણ માત્ર હાલ ૩૦ ટકા કામ થયું હોવાના અહેવાલો મળ્યાં હતાં અને આ લાઈનનું પણ હાલ કામ ચાલી રહ્યું છે જ્યારે ૧૨૭.૨૬ કિલો મીટરનું કામકાજ પ્રોગ્રેસમાં હોવાનું જાણવા મળ્યું હતું. કતવારા – પીટોલની વાત કરીએ તો, આ લાઈનના બધા ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યાં અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં જે તે સમયે ૪૬.૦૯ કરોડ રૂપીયા ૨૦૧૮ના વર્ષમાં ફાળવવામાં આવ્યાં હતાં. ગુનાવાડ – ધારના ૧૨.૧૬ કિલો મીટરના કાર્યની વાત કરીએ તો, આ કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં ચાલી રહી છે તેવી જ રીતે ધાર – ઝાબુઆની ૧૦૩.૦૫ કિલોમીટરની લાઈનમાં પણ ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યા છે અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ તમામ લાઈનોની કામગીરીની વાત કરીએ તો, અત્યાર સુધી ટનલના કામકાજમાં ૧૬.૩૬ કિલોમીટરના અંતરમાં ૮ નંગ નાંખવામાં આવ્યાં છે તેવી જ રીતે મેજાેર બ્રીજમાં ૫૪ નંગ. માઈનોર બ્રીજમાં ૧૯૩ નંગ. આરઓબી એન્ડ રબ્સમાં ૨૧ નંગ અને ૩૯ નંગ રીસ્પેક્ટીવ, લેવલ ક્રોસિંગની વાત કરીએ તો ૪૯ નંગ નાંખવામાં આવ્યાં છે. આમ, આ સંપુર્ણ કામગીરી હાલ ચાલી રહી હોવાના વાતો થઈ રહી છે.
રેલ પરિયોજનામાં લાંબા સમય બાદ પણ જમીન સંપાદન તેમજ ઠેક ઠેકાણે કામગીરી અધૂરી હોવાથી યોજના પૂર્ણ થવાની આશા ધૂંધળી બની
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરીએ તો , જે તે સમયે લગભગ આ પરિયોજનાનું ૨૦૪.૭૦ કિલોમીટર પૈકી માત્ર હાલ ૭૭.૦૫ કિલો મીટરનું કામ પુર્ણ થયું છે જેમાં ઈન્દૌર રાઉના ૨૧ કિલોમીટરના રેલ લાઈનમાં કામકાજ ચાલી રહ્યું છે જ્યારે દાહોદ – કતવારા લાઈનમાં ૨૦૧૯ – ૨૦ ના સમયગાળા દરમ્યાન ૧૧ કિલોમીટરનું ૭૦ ટકા કામ પુર્ણ થઈ ગયું હોવાના અહેવાલો મળી રહ્યાં હતાં બીજી તરફ પીટોલ – ઝાબુઆની ૧૨.૦૯ કિલોમીટરના કામમાં માત્ર ૨૫ ટકા કામ પુર્ણ થયું છે અને હાલ કામગીરી ચાલુ છે ત્યારે ટીહી – ગુનાવાડના ૩૨.૦૭ કિલોમીટરમાં પણ માત્ર હાલ ૩૦ ટકા કામ થયું હોવાના અહેવાલો મળ્યાં હતાં અને આ લાઈનનું પણ હાલ કામ ચાલી રહ્યું છે જ્યારે ૧૨૭.૨૭ કિલોમીટરનું કામકાજ પ્રોગ્રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે . કતવારા- પીટોલની વાત કરીએ તો , આ લાઈનના બધા ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યાં અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં ૪૭.૦૯ કરોડ રૂપીયા ૨૦૧૮ ના વર્ષમાં ફાળવવામાં આવ્યાં – ધારના ૧૨.૧૭ કિલો મીટરના કાર્યની વાત કરીએ તો , આ કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં ચાલી રહી છે.કતવારા- પીટોલની વાત કરીએ તો , આ લાઈનના બધા ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યાં અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં ૪૭.૦૯ કરોડ રૂપીયા ૨૦૧૮ ના વર્ષમાં ફાળવવામાં આવ્યાં – ધારના ૧૨.૧૭ કિલો મીટરના કાર્યની વાત કરીએ તો , આ કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં ચાલી રહી છે.
——————————