Monday, 15/12/2025
Dark Mode

દાહોદ તાલુકાના વડબારામાં અન્યની જમીન સામે ઘરનો દરવાજો મુકવાની બાબતે ધીંગાણું:5 ઈસમોએ 3 વ્યક્તિઓને લમધાર્યા…

April 11, 2023
        535
દાહોદ તાલુકાના વડબારામાં અન્યની જમીન સામે ઘરનો દરવાજો મુકવાની બાબતે ધીંગાણું:5 ઈસમોએ 3 વ્યક્તિઓને લમધાર્યા…

દાહોદ તાલુકાના વડબારામાં અન્યની જમીન સામે ઘરનો દરવાજો મુકવાની બાબતે ધીંગાણું:5 ઈસમોએ 3 વ્યક્તિઓને લમધાર્યા…

દાહોદ તાલુકાના વડબારા ગામના સુમનભાઇ બબેરીયા તેમના દાદાએ ભાગમાં આપેલી જમીનમાં મકાન બનાવતો હતો અને તેમના કાકા નવીનભાઈ બબેરીયા સાંજના સમયે આવ્યા હતા અને સુમનભાઈ બબેરીયાને કહ્યું હતું કે તું મકાન બનાવે છે પણ મારી જમીનની બાજુમાં તારા મકાનનો દરવાજો કેમ મૂક્યો છે તેમ કહેતા સુમનભાઈ બબેરીયા ઉસકેરાઈ ગયા હતા અને નવીનભાઈ બબેરીયાને મારવા જતા નવીનભાઈ બબેરીયા તેમના ઘર બાજુ જતા રહ્યા હતા અને તે બાદ ફરિયાદીના પિતા ભમરભાઈ બબેરીયા અનિલભાઈ બબેરિયાને કહેવા ગયા હતા કે જમીન ઓછી વધતી હોય તો માપી લઈશું પણ ઝઘડો ન કરો તેમ સમજાવવા જતા અનિલભાઈ બબેરીયાએ કહ્યું હતું કે તું કોણ સમજાવવા વાળો છે તેમ કહી લાકડી લઈને દોડી આવ્યો હતો અને જોરસીંગભાઇ બબેરીયાએ ફરિયાદીના પિતાને પકડી રાખતા અને અનિલભાઈએ કહ્યું હતું કે જાનથી મારી નાખો તો જમીનનો પ્રશ્ન પૂરો થાય એમ કહેતા હતા અને અનિલભાઈ બબેરીયાએ ભમરભાઈ બબેરીયાને માથાના ભાગે લાકડી મારી દેતા અને સુનીલ બબેરિયા પણ લાકડી લઈને દોડી આવતા ભમરભાઈ બબેરીયાને માથાના ભાગે લાકડી મારી દેતા અને તે બાદ મહંમદભાઈ બબેરીયા પણ દોડી આવ્યા હતા ને એને પણ ભમરભાઈ બબેરિયાના શરીરના ભાગે લાકડીના કટકા માર્યા હતા અને ભમરભાઈ બબેરીયા જમીન ઉપર પડી ગયા હતા ત્યારબાદ સુમનભાઈ બબેરીયા ઘરેથી ધાર્યું લઈને દોડી આવ્યા હતા અને ફરિયાદીના પિતાને ધારિયાના હાથાથી પેટમાં ગોદા માર્યા હતા ત્યારબાદ ફરિયાદીના પિતાને છોડાવવા તેમનો છોકરો અને તેમની વહુ વચ્ચે પડતા તે પતિ પત્નીને પણ જમીન ઉપર પાડી દઈ ગદડાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને સંકેશભાઈ ફકરુભાઈ બબેરીયા અને પ્રવીણભાઈ કાલુભાઈ બબેરીયા પણ આવી ગયા હતા અને આ તમામ લોકો તેમના ઘર તરફ ચાલ્યા ગયા હતા અને પાંચ લોકોએ ભેગા મળી ત્રણ લોકોને ગદડાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ભાગી ગયા હતા અને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવતા 108 એમ્બ્યુલન્સમાં ફરિયાદીના પિતાને લોહી નીકળતા ખાનગી હોસ્પિટલ ખાતે દાહોદ લવાયા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી અને જે બાદ તારીખ 10 4 2023 ના રોજ જાનુ ભાઈ ભમરભાઈ બબેરીયાએ કતવારા પોલીસ મથકે અનિલભાઈ જોરસીંગભાઇ બબેરીયા સુમનભાઈ જોરસીંગભાઇ બબેરીયા સુનિલભાઈ જોરસીંગભાઈ બબેરીયા મહંમદ ભાઈ જોરસીંગભાઇ બબેરીયા અને જોરસિંગભાઈ બદુડાભાઇ બબેરિયા આ પાંચ લોકો વિરુદ્ધ મારામારીનો ગુનો જાનુભાઈ બબેરીયાએ કતવારા પોલીસમાં નોંધાવતા પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!