Friday, 12/12/2025
Dark Mode

દાહોદ તાલુકાના મોટી ખરજમાં રોડ ક્રોસ કરતા રાહદારીને બાઈક ચાલકે અડફેટમાં લીધો.

April 11, 2023
        448
દાહોદ તાલુકાના મોટી ખરજમાં રોડ ક્રોસ કરતા રાહદારીને બાઈક ચાલકે અડફેટમાં લીધો.

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ તાલુકાના મોટી ખરજમાં રોડ ક્રોસ કરતા રાહદારીને બાઈક ચાલકે અડફેટમાં લીધો.

દાહોદ તા.11

દાહોદ તાલુકાના મોટી ખરજ વડલી ફળિયામાં રહેતા લખણભાઈ વરસીંગભાઇ ભાભોર કે જેઓ તારીખ 1.4.2023 ના રોજ બપોરના સમયે મોટીખરજ ગામના પેટ્રોલ પંપની બાજુમાં તેમના કાકાના છોકરાને ત્યાં ચા નાસ્તાની હોટલ ઉપર બેઠેલા હતા અને તેઓ રોડ ક્રોસ કરી જઈ રહ્યા હતા તેવા સમયે એક મોટરસાયકલ ચાલક ગરબાડા બાજુથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે ઈસમને ટક્કર મારી ફંગોળી દેતા અને મોટરસાયકલનો ચાલક પણ સ્લીપ ખાઈને પડી જતા તેની મોટરસાયકલ ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો અને ઈજાગ્રસ્ત ઈસમને માથાના ભાગે તેમજ પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અને ઈજાગ્રસ્તના પરિવારજનો દોડી આવતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ સારવારની જરૂર હોવાના કારણે તેની હાલ સારવાર વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે રૂલર પોલીસ મથકે તેના ભાઈ દિલીપભાઈ વરસીંગભાઇ ભાભોરે તારીખ 10-4-2023 ના રોજ GJ-20-AR-5124 નંબરની મોટરસાયકલ ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધાવતા રુલર પોલીસે Gj-20-AR-5124 નંબરના મોટરસાયકલ ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!