સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું…
લગ્નના એક જ વર્ષ બાદ પરણીતાએ સાસુ સસરા અને પતિના શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદીના પિતાએ પોલીસ સ્ટેશન ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરાવી..
સંતરામપુર તા.10
સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે વજેસિંહના પુત્ર યતીનભાઈ ખાટ દર્શનાબેન જોડે થયેલા હતા મહીસાગર જિલ્લામાં જુનિયર ક્લાર્ક માં ફરજ બજાવી રહેલા હતા. અચાનક હીરાપુર ગામે પોતાની સાસરીમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું દર્શનાબેન માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દર્શનાબેનના પતિ યતીનકુમાર વજેસિંહ તથા સસરા વજેસિંહ તથા સાસુ કમળાબેન વજેસિંહ ખાટ ત્રણના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને અવારનવાર પરણીતાની મેળા અને ટોણા મારતા હતા કે તારા બાપના ઘરેથી કઈ લઈને આવેલી નથી અને અમારે એકનો એક છોકરો છે તેને બીજી ઘણી છોકરીઓ મળી રહેશે તું છુટાછેડા આપી દે તેમ કહી અવર નવર ઝઘડાઓ કરી ત્રાસ આપી આરોપીએ મરનાર દર્શન બેન ને મારવા માટે મજબૂર કરતા હતા સંતરામપુર પોલીસે 498 306 મુજબ ગુનો દાખલ કર્યો વધુ તપાસ હાથ ધરી સંતરામપુર પીએમ રિપોર્ટમાં પીએમ કરતી વખતે જણાવેલું કે મરનારને પરણીતાની મોઢાના નીચે ભાગી ઘા હોવાના કારણે પીએમ કરવા માટે બરોડા મોકલી આપવામાં આવેલા હતા પરણીતાની માતા સુનિતાબેન હર્ષદભાઈ નીનામાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..