
વસાવે રાજેશ દાહોદ
સુરતથી સુપરફાસ્ટ ટ્રેનમાં ચઢેલા સાત વર્ષીય બાળકને અન્ય મુસાફરે એપની મદદથી દાહોદ આરપીએફને સુપ્રત કર્યો…
દાહોદ આરપીએફએ બાળકના વાલી વારસા અંગે સુરત પોલીસને જાણ કરી ચાઈલ્ડ વેલ્ફેર કાઉન્સિલને બાળકને સોપ્યો…
દાહોદ તા.09
સુરત જિલ્લાના રાંદેર માંથી ઘરેથી ભાગીને સુપરફાસ્ટ ટ્રેનમાં ચડી ગયેલા સાત વર્ષીય બાળકને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે રેલવેની વેબસાઈટ પર મદદ માંગતા દાહોદ આરપીએફએ આ બાળકનો કબજો મેળવી આ બાળકના વાલી વારસાનો સંપર્ક કરી દાહોદ ખાતે કાર્યરત ચાઈલ્ડ વેલ્ફેર કાઉન્સિલ નામક સંસ્થાને સુપ્રત કર્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન નંબર 20731કોચીવલી- ઇન્દોર સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત સમયે સુરત રેલ્વે સ્ટેશન પર આવી હતી.જ્યાં સુરતથી એક સાત વર્ષીય બાળક આ ટ્રેનના S-7 કોચ નંબરમાં ચઢ્યો હતો. ટ્રેન સુરત થી ઉપડતા આ બાળક S-7 કોચમાં આંટાફેરા મારી રહ્યો હતો.તે સમયે ટ્રેનમાં મુસાફરી કરી તેજસભાઈ નામક મુસાફરની નજર આ બાળક પર પડતા તેજસભાઈ એ આ બાળકને પોતાની પાસે બેસાડી પૂછપરછ કરતા આ બાળક એકલો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાનો અને ઘરેથી નીકળીને આવ્યો હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક રેલ્વે મદદ ઉપર કમ્પ્લેન નોંધાવી હતી. જેની જાણ દાહોદ આરપીએફને કરાતા દાહોદ આરપીએફના પીઆઇ લીનિષા બે રાગીના નેતૃત્વમાં એસ આઈ પુનાભાઈ સંગાડા પ્લેટફોર્મ નંબર ત્રણ પર ટ્રેન આવે તે પહેલા જ પહોંચી ગયા હતા. ત્યારબાદ ટ્રેન દાહોદ સ્ટેશને ઉભી રહેતાતેજસભાઈએ રેલ મદદ ઉપર કમ્પ્લેન આપતા અને જે વર્દી દાહોદની આરપીએફ પોલીસને મળતા ટ્રેન દાહોદના પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર રોકાતા આરપીએફ પોલીસે ટ્રેનના S7 કોચમાં ચડી હતી.અને તેજસભાઈનો સંપર્ક કરી આ 7 વર્ષીય બાળકનો કબ્જો લીધો હતો. અને આરપીએફ કાર્યાલય પર લઈને આવ્યા હતા. જ્યાં મહિલા આરપીએફ પીઆઇ લીનીષા બેરાગી દ્વારા આ બાળકને ખૂબ જ પ્રેમ અને હુંફ દ્વારા નાસ્તો અને મનગમતી વસ્તુ આપી આ બાળકને તેના માતા પિતાનું પૂછતાં તેનું નામ ઈરફાન અબ્બાસ હોવાનું અને તે સુરતના રાંદેર ખાતે રહેતો હોવાનું કહેતા આરપીએફ પીઆઇ લીનીશા બેરાગીએ તુરંત સુરતની રાંદેર પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો. અને આ બાળક નો ફોટો સુરત પોલીસને પહોંચ્યો હતો.જોકે હાલતો ડોક્યુમેન્ટના આધાર ઉપર પોલીસ દ્વારા રાંદેર પોલીસને સુપ્રત કરવા માટેની જાણકારી મળી ન હતી.પરંતુ આરપીએફ પોલીસે આ મળી આવેલા સાત વર્ષીય બાળકને દાહોદની ચાઈલ્ડ હેલ્પલાઇનમાં જાણ કરીએ તેઓને આ બાળકને સુપ્રત કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા જે મળી આવેલા બાળક વિશે જાણકારી મેળવી અને તેના માતા પિતાને સુપ્રત કરવાની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી આરપીએફ પોલીસ દ્વારા પ્રાપ્ત થઈ હતી..