
ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુરમાં સફાઈ કર્મીઓની મનમાની..જાહેરમાં કચરો સળગાવવાનો પ્રતિબંધ હોવા છતાંય સફાઈ કામદારો જાહેરમાં કચરો બાળતા પ્રદૂષણ ફેલાવવાની આશંકા…
સંતરામપુર તા.09
સંતરામપુર નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કામદાર દ્વારા વહેલે સવારે કચરો ભેગો કરીને કચરાપેટીમાં નાખવાના બદલે તેને જાહેરમાં સળગાવી મૂકવામાં આવે છે આ રીતે ખુલ્લામાં રોડ ઉપર જ કચરો સળગાવવાના કારણે આજુબાજુના રહેતા રહીશ કચરો સળગાવવાથી પ્રદુષણ ફેલાતું હોય છે અને પ્રદૂષણ ફેલાવાના કારણે નજીકમાં આવેલી બાળકોની હોસ્પિટલ ગાયને એક અલગ અલગ પ્રકારની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મુશ્કેલી વિઠાવી પડતી હોય છે સરકારના નિયમ મુજબ જાહેરમાં કચરો સળગાવો નહીં તેનો નિયમ અને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવેલી છતાય સફાઈ કામદારો પોતાની કામગીરી વહેલી પૂર્ણ થઈ જાય તેમ કરીને રોડ ઉપર જ કચરો સળગાવી મુકેલ છે કચરાને સળગાવ્યા પછી રોજના રોજ સળગેલો કચરો સફાઈ કામદાર દ્વારા તેને હટાવવામાં પણ નથી આવતો. આ જ સ્થળ ઉપર જ જાહેરમાં જ ઢગલા થઈ મુકેલા જોવા મળી આવેલા છે સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન ગુજરાત સરકાર દ્વારા હોમ ડીલેવરી ઘરે ઘરે સુકો અને ભીનો કચરો લઈ જવા માટે ગાડીઓ ગોઠવીને વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમ છતાં કચરાપેટીમાં કચરો નાખવાના બદલે જાહેરમાં સળગાવીને જે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓ જોડે સળગાવવાથી અને તેની દુર્ગંધના કારણે આરોગ્ય માટે હાનિકારક ઊભું થયેલું છે..