વસાવે રાજેશ દાહોદ
*વલસાડ-ખેરગામ રોડના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીથી ત્રાહિમામ પ્રજાજનોવતી આદિવાસી સમાજના આગેવાનોની આંદોલનની ચીમકી.*
વલસાડને ખેરગામથી જોડતો મુખ્ય રોડ આવજાવ કરતા હજારો લોકો માટે જીવાદોરી સમાન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખેરગામ-વલસાડ રોડની નવીનીકરણની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે.એના લીધે આવજાવ કરતા અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે.ગતવર્ષે પણ ખરાબ રોડને કારણે ચોમાસા દરમ્યાન અનેક લોકોએ કિંમતી જાનમાલનું નુકસાન સહન કરવું પડેલ હતું અને તંત્રની વેઠીયાવાડ જેવી કામગીરી જોતા આ વખતે પણ રાહદારીઓ ભારે નિરાશા સાથે ચોમાસુ અતિશય મુશ્કેલીભર્યું જ જશે એવો અંદાજો લગાવી રહ્યા છે.આથી આ બાબતે ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ડો.કૃણાલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,દલપત પટેલ,ડો.નીરવ ગાયનેક,ડો.પંકજ,ઉમેશ પટેલ વાડ,ઉમેશ મોગરાવાડી,કાર્તિક,પ્રિતેશ,ભાવેશ,ભાવિન,જીતેન્દ્ર,મિતેશ,પથિક,મંગુભાઈ અને ચિંતુબા હોસ્પિટલના સ્ટાફ મયુર,જીગર,વંદના, નિતા,આયુષી,મનાલી સહિતનાઓએ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.
નિરવ ભુલાભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેરગામ મામલતદાર મારફતે વલસાડ કલેકટરને સમસ્ત જનહિતમા રોડ જલ્દી બનાવી પ્રજાજનોની હાલાકી નિવારવા માંગણી કરી હતી.અને જો માંગણી નહીં સંતોષવામાં આવે તો રોજ આવજાવ કરતા હજારો લોકોની તકલીફ નિવારવા અને સુતેલા તંત્રને જગાડવા ગતવર્ષની માફક આંદોલન કરવા પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.