ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુરથી આવતી એસ.ટી બસનું બ્રેક ફેલ થતા પીકઅપ સાથે અકસ્માત સર્જાયો: સદભાગ્ય કોઈ જાનહાની નહીં.
સંજેલી સંતરામપુર એસટી બસ નું બ્રેક ફેલ થતાં બસ સંતરામપુર રોડ પર ભરચક વિસ્તારમાંથી નાસી હતી અને સંતરામપુર રોડ ઉભેલી પીકઅપ ડાલા સાથે અથડાતા મોટી જાનહાની ટળી હતી અને રાહદારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી
સંજેલી સંતરામપુર રોડ પર દરરોજ મીની બસ દોડાવવામાં આવી રહી છે સદનસીબે GJ18 Z 3320 નંબર ની બસ સંતરામપુર ડેપોમાં થી ડ્રાઇવર પી એસ માલને સંજેલી સંતરામપુર સાંજના સમયે ટ્રીપ માટે સોપવામાં આવી હતી તે જ દરમિયાન સંજેલી ખાતે મુસાફરો ભરી અને પહોંચ્યા હતા અને સાંજના 20 જેટલા મુસાફરો સંતરામપુર જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન આ મીની બસ આવતા જ તેને પરત સંતરામપુર જવા માટે ધક્કો માર્યો હતો તે દરમિયાન બસની અચાનક જ બ્રેક ફેલ થતાં બસ ભર બજારમાં સંતરામપુર રોડ તરફ ઉભા રોડે ભાગી હતી સદનસીબે ચાલકે સ્ટેરીંગ પર નો કાબો જાળવી રાખતા સંતરામપુર રોડ તરફ રાહિયા ફુવા નજીક રોડ પર ઉભેલ પીકઅપ ડાલા સાથે અથડાઈ હતી જેમાં સદનસીબે ચાલક સહિત એસટી બસનો આબાદ બચાવો થયો હતો.
*સંતરામપુર ડેપો માંથી ખખડધજ બસ ફાળવી દેતા બ્રેક ડાઉન થઈ હતી :- ચાલક. પી એસ.માલ*
સંતરામપુર થી સંજેલી તરફ મીની બસનો મેન્ટેનન્સ કર્યા વિના સેલ સ્ટાર્ટ વિનાની બસ સંજેલી સંતરામપુર માટે આપી હતી. જે સંજેલી થી સંતરામપુર જવા માટે મુસાફરોથી ધક્કો મારતા બસનું બ્રેક ડાઉન થઈ હતી પીકઅપ ડાલા સાથે અથડાતા બસનો મેન ગ્લાસ તૂટી ગયો હતો સદનસીબે મોટી જાનહાની કરી હતી ..