Friday, 19/04/2024
Dark Mode

પાડાના વાંકે પખાલીને ડામ….દાહોદ:થોડાક દિવસ અગાઉ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર કપલીગમાંથી છૂટી પડેલી બોગી અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતનો મામલો:રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગનો રસ્તો કાયમી ધોરણે બંધ કર્યો:સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ

June 29, 2021
        1636
પાડાના વાંકે પખાલીને ડામ….દાહોદ:થોડાક દિવસ અગાઉ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર કપલીગમાંથી છૂટી પડેલી બોગી અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતનો મામલો:રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગનો રસ્તો કાયમી ધોરણે બંધ કર્યો:સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ

રાજેન્દ્ર શર્મા દાહોદ :- લાઈવ ડેસ્ક…

પાડાના વાંકે પખાલીને ડામ….

થોડાક દિવસ અગાઉ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર કપલીગમાંથી છૂટી પડેલી બોગી અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતનો મામલો:

રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગ પર ફાટક મૂકી રસ્તો બંધ કર્યો સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ

 રેલવે તંત્રના વિચિત્ર નિર્ણયના લીધે આ વિસ્તારના લોકોને લાંબો અંતર કાપવા માટે મજબુર બન્યા 

 રેલવે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોના લોકોના હિતોને ધ્યાને લઇ ઘટતું કરવા લાગણી તેમજ માંગણી 

 દાહોદ તા. 29

 દાહોદ રેલવે વર્કશોપની નજીક આવેલા રેલવે ક્રોસિંગ પર રેલવે વર્કશોપ માંથી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીને લઈ એન્જિન રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી.ત્યારે એકાએક ગુડ્સ ટ્રેનનો છેલ્લો ડબ્બો કપલીગમાંથી છુટું પડી

➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ

અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825

રિવર્સમાં ધીમી ગતીએ આવી રહ્યો હતો. તે સમયે રેલવે ક્રોસિંગ પરથી પસાર થતી ઓટો રીક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળ્યું હતું. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા જવાબદાર કર્મીઓ સામે પગલા લેવાની જગ્યાએ

રેલવે મેન હોસ્પિટલ તેમજ 32 ક્વાટર્સને જોડતા આ માર્ગ પર ફાટક મૂકી આ માર્ગને કાયમ માટે બંધ કરી દેતા રેલકર્મીઓ સહીત આ માર્ગ પરથી પસાર થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ માર્ગ બંધ થવાની રેલવેમાં હોસ્પિટલ, 32 ક્વાટર્સ, વાંદરીયા, વર્કશોપ તેમજ આસપાસ ના લોકો જે આ માર્ગનું અવર-જવર કરતા હતા. તેઓને હવે લાબું ફરીને જવા માટે મજબુર બન્યા છે. ત્યારે આ મામલે ઓ.બી.સી. વર્કશોપ દાહોદ વર્કશોપ બ્રાન્ચ દ્વારા રેલવેના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સલામે વિભાગ દ્વારા આ મામલે ઉપરોક્ત લોકોના હિતોને ધ્યાને લઇ ઘટતું કરે તેવી લાગણી તેમજ માંગણી આ વિસ્તારના લોકોમાં ફેલાવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!