
ભગવાનના મંદિર પણ અસુરક્ષિત..દાહોદ તાલુકાના વણભોરીમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી તસ્કરો તાળું તોડી ચોરીનો પ્રયાસ.
દાહોદ તા.03
દાહોદ તાલુકાના વણભોરીમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી તસ્કરો તાળું તોડી સામાનની વેરવિખેર કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ..
દાહોદ તાલુકાના વણભોરી ગામના તળાવ ફળિયા ખાતે રહેતા ભીમાભાઇ જવસિંગભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 28.3.2023 ના રોજ સાંજના સાતેક વાગ્યાના સમયે વણભોરી ગામના તેમના ખેતરના ખૂણા ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિરે તેઓએ દીવો અગરબત્તી કરી મંદિરને તાળું મારી સાંજના સાતેક વાગ્યાના સમયે તેમના ઘરે રાત્રિના સમયે જતા રહ્યા હતા અને રાત્રિના નવ વાગ્યાના સમયે તેમના ફળિયામાં રાળુભાઈ ડામોરના ઘરે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો હતો જેથી તેઓ ત્યાં ગયા હતા અને ભજન કીર્તન કરી તેઓ રાત્રિના સમયે તેમના ઘરે ચાલ્યા ગયા હતા અને તારીખ 29.3.2023 ના રોજ સવારના છ વાગ્યે તેમના ખેતરમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગયા હતા. અને દીવો અગરબત્તી કરવા જતા મંદિરના દરવાજાને મારેલું તાળું તૂટેલું હતું અને દરવાજો ખોલીને જોતા મંદિરની અંદર મુકેલો માતાજીનો ફોટો તેમજ બીજો પૂજાનો સામાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો પરંતુ મંદિરમાંથી કોઈ પણ જાતની ચોરી થવા પામી ન હતી અને તેને લઈને તેમના ઘરના સભ્યોને જાણ કરતા તેમના ઘરના સભ્યોએ બીજી વાર કોઈ ચોરી ન કરે તે માટે પોલીસ મથક ખાતે અજાણ્યા ચોરોએ મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની કોશિશ કરવાનો ગુનો તારીખ 03.04.2023 ના રોજ નોંધાવતા કતવારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.