
વસાવે રાજેશ દાહોદ
દાહોદ એસપીએ બાતમીના.. આધારે રેડ પડી:ચાર ઇસમો સામે ગુનો નોંધાયો…
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી પોલીસે વોચ દરમિયાન ત્રણ બુટલેગરોને 1.51 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરો ઝડપાયા:એક ફરાર,4 સામે ગુનો નોંધાયો..
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી ત્રણ બુટલેગરો મોટરસાયકલો ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરીને ખેપ મારવા આવતા હોવાની બાતમી દાહોદ એ.એસ.પીને મળતા દાહોદ એ.એસ.પી.એ બાતમીના આધારે વોચ ગોઠવી ગલાલીયાવાડના ગારી ફળિયા રોડ પરથી બે બુટલેગરોને અડધા લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી જેલ ભેગા કર્યા છે. ઉપરોક્ત પ્રોહી રેડમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ ત્રણ મોટર સાયકલો મળી અંદાજે 2.55 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ચાર ઈસમો સામે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઈ છે…
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ગલાલીયાવાડ નીચવાસ ફળિયામાં ખાતેના રહેવાસી રામુ ભમ્મર સિસોદિયા ( સાંસી ) સંજય હરિસીંગ સાસી રહેવાસી નેત્રાલય રહેવાસી તળાવ ફળિયા ભીલવાડા તેમજ નિતીન અમરસિંહ સાસી રહેવાસી ચાકલીયારોડ સિંગલ ફળિયા મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના મેઘનગર ગોવાળીપતરાના રહેવાસી પીદિયા રત્નાભાઇ સંગાડીયાને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ તરફ મોટરસાયકલ પર આવી રહ્યા હોવાની બાતમી દાહોદ ડિવિઝનના એ.એસ.પી જગદીશ બાંગરવાને મળતા તેઓ પોલીસ જવાનોની ટીમ સાથે ગલાલીયાવાડના ગાડી ફળિયા ખાતે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ઉપરોક્ત રામુ ભમર સાંસી તેના કબજા હેઠળની Gj-17-BP-2428 નંબરની પલ્સર તેમજ તેની સાથે સંજય હરિસીંગ સાસી તેના કબજા હેઠળની Gj-20-AM-6344 નંબરની પલ્સર બાઈક તેમજ નિતીન અમરસિંહ સાંસી પોતાના કબજા હેઠળની અપાચી બાઇક પર વિદેશીદારૂ ભરીને લાવી રહ્યા હતા.તે સમયે સંજય સાસી પોલીસને ઊભેલી જોઈ દારૂ સહિતની ગાડીને રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયો હતો. જોકે રામુ સાસી, તેમજ નીતિન સાંસી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ઉપરોક્ત ગાડીઓની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની 1300 બોટલો મળી કુલ 1.52 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ 90,000 રૂપિયા કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ 2.42 લાખનો મુદ્દામાલ કબજે કરી રામુસાસી તેમજ નીતિન સાંસીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.જ્યારે ફરાર થયેલા સંજય સાંસીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે આ બનાવમાં ત્રણેય બુટલેગરો તેમજ મધ્યપ્રદેશ થી વિદેશી દારૂનો માલ ભરી આપનાર વિદેશી દારૂના ઠેકાનો માલિક પીદીયા રતનાભાઈ સંગાડીયા વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તજવીજ હાથ ધરી છે.