Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં પાંચ ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના બુટલેગરને દાહોદ એલ.સી.બીએ અટકાયત કરી પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયો..

April 2, 2023
        385
દાહોદ જિલ્લામાં પાંચ ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના બુટલેગરને દાહોદ એલ.સી.બીએ અટકાયત કરી પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયો..

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ જિલ્લામાં પાંચ ગુનામાં સંડોવાયેલા છોટાઉદેપુરના બુટલેગરને દાહોદ એલ.સી.બીએ અટકાયત કરી પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયો..

 છોટાઉદેપુરના બુટલેગરના સાગટાળા પોલીસ મથકમાં માં દારૂના પાંચ ગુનો : LCB અને સાગટાળા પોલીસે વોચમાં રહી અટકાયત કરી પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપ્યો.

દાહોદ તા.02

દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસમાં દારૂના પાંચ ગુના દાખલ છોટાઉદેપુરના બુટલેગરના દાહોદ કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરતાં એલ.સી.બી. અને સાગટાળા પોલીસે ગુપ્ત રાહે વોચ ગોઠવી તેની અટકાયત કરી પોલીસ જાપ્તા હેઠળ પાસામાં ભાવનગરની જેલમાં મોકલી આપ્યો હતો.

દાહોદ જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી દારૂના ગુનામા સંડોવાયેલ વ્યક્તિ તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી હતી. જેમાંથી સાગટાળા પોલીસમાં નોંધાયેલા દારૂના પાંચ ગુનામાં સંડોવાયેલ છોટાઉદેપુર જિલ્લા સીંગળાજા ગામનો બુટલેગર કનુ કાળુ રાઠવાના પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેકટર ડૉ.હર્ષિત.પી.ગોસાવીને મોકલી આપ્યા હતા. કલેક્ટરે બુટલેગરની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં દાહોદ એલ.સી.બી. પી.આઇ. કે.ડી.ડિંડોર, પો.સ.ઇ. એમ.એલ.ડામોર, આર.બી.ઝાલા, જે.બી.ધનેશા એલ.સી.બી તથા સાગટાળા પો.સ.ઇ. વી.આર.ચૌહાણ સાગટાળા સાગટાળા પોલીસ મથકનો સ્ટાફના માણસોએ બુટલેગરની ગુપ્ત રાહે વોચમા હતા. તે દરમિયાન બુટલેગર મળી આવતાં તેને પાસા પ્રપોઝલની બજવણી કરી તેની અટકાયત કરી જરૂરી પોલીસ જાપ્તા હેઠળ ભાવનગરની જેલમાં મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!