
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ રોડનું કામ મંથરગતિએ ચાલતા લોકોમાં હલાકી.
છ માસથી આ રોડ પર ધૂળની ડમરી ઉડી રહી છે.
ગરબાડા થી ઝરીબુઝુર્ગ રોડનું રીકારપેટીગ અને રોડ પહોળો કરવાનું કામ પાછલા છ માસથી ચાલી રહ્યું છે રસ્તામાં આવતા નાળા અને કોતર પર બ્રિજના પણ કામ ચાલી રહ્યા છે. ત્યારે આ રોડ પર કામગીરી ધીમી હોવાના કારણે લોકોને ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે. ઠેર ઠેર રોડ પર મેટલ વેરવાના કારણે અનેકવાર ટુવિહલર ચાલકો સ્લીપ થવાની ઘટનાઓ પણ બની છે. કોતર પરના બીજ નું કામ પણ મંત્ર ગતિએ ચાલી રહ્યું છે. હાલ માં લગ્નસરાની સીઝન ચાલી રહ્યું છે જેના લીધે રોડ પર ટ્રાફિક ના કારણે ધૂળની ડમરીઓ સતત ઉડતી રહી છે લોકોના આરોગ્યને પણ નુકસાન કરી રહી છે. આ રોડ પર અવારનવાર અકસ્માતો પણ બની રહ્યા છે તંત્ર દ્વારા આ રોડની કામગીરી વહેલી તકે પૂરો થાય તેવી લોક માંગ ઉઠી છે. થોડાક જ મહિનામાં ચોમાસાનું આગમન થશે ત્યારે ચોમાસા પહેલા આ રોડ પૂર્ણ થશે કે કેમ તે તો સમય જ બતાવશે પરંતુ હાલમાં તો લોકો હાલાકી ભોગવીને આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે.