Monday, 09/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના હડમત ગામે મોટરસાયકલ અકસ્માતમાં સારવાર દરમિયાન સુખસરના 38 વર્ષીય યુવાનનું મોત.*

April 1, 2023
        3173
ફતેપુરા તાલુકાના હડમત ગામે મોટરસાયકલ અકસ્માતમાં સારવાર દરમિયાન સુખસરના 38 વર્ષીય યુવાનનું મોત.*

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના હડમત ગામે મોટરસાયકલ અકસ્માતમાં સારવાર દરમિયાન સુખસરના 38 વર્ષીય યુવાનનું મોત.

     મૃતક યુવાન કુટુંબના વ્યક્તિ સાથે સુખસરથી કદવાલ ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતો.

 સુખસર,તા.1

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન પ્રતિદિન વાહન ચાલકોની બેદરકારીથી વાહન અકસ્માતો વધતા જાય છે.મોટાભાગના વાહન ચાલકોને વાહન ચલાવવાના નીતિ નિયમોની કોઈ જ જાણકારી હોતી નથી.તેમ જ 90% લોકો પાસે વાહન ચલાવવાના લાયસન્સ પણ હોતા નથી.અને આ વાહનો પૈકી મોટાભાગના વાહનોની વીમા પોલિસી પણ હોતી નથી.જ્યારે અનેક એવા પણ લોકો છે કે જેઓની પાસે પોતાના વાહનના ડોક્યુમેન્ટનો પણ અભાવ જોવા મળે છે.અને આવા વાહન ચાલકો પોતાના કબજાના વાહનને બેફામ હંકારી અકસ્માત નોતરે છે ત્યારે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ સહિત તેના પરિવારનું અહીંયા જ પૂરું થઈ જતું હોય છે.પંથકમાં બનતા અકસ્માત બનાવોના મોટાભાગના કિસ્સાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે.અને તેવોજ વધુ એક બનાવ બુધવારના રોજ સુખસરના એક 38 વર્ષીય યુવાનને હડમત ગામે મોટરસાયકલ સ્લીપ થતા ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોતની નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

        પ્રાપ્ત વિગતો મુજબ 29 માર્ચ- 2023 ના રોજ સુખસરના મકવાણા ફળિયા ખાતે રહેતા શૈલેષભાઈ કલસિંગભાઈ મકવાણાની કદવાળ ગામે સાસરીમાં લગ્ન પ્રસંગ હોય કુટુંબી રાકેશભાઈ હીરાભાઈ મકવાણા (ઉંમર વર્ષ 38 )ના ઓને શૈલેષ મકવાણા એ જણાવેલ કે મારી સાસરીમાં લગ્ન પ્રસંગ છે અને આપણે ત્યાં જવાનું છે.તેમ જણાવી રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં મોટરસાયકલ નંબર જીજે-20.બીસી-3642 લઈ શૈલેષ મકવાણા તથા રાકેશ મકવાણાના ઓ ઘરેથી મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા.જેઓ સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર થી પસાર થતા સમયે શૈલેષ મકવાણાએ પોતાના કબજાની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી હડમત ગામે હાઇવે માર્ગ ઉપર મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી.અને માર્ગ ઉપર પટકાયા હતા. જેમાં મોટરસાયકલ ઉપર પાછળ બેઠેલા રાકેશભાઈ હીરાભાઈ મકવાણા ને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન જીવલેણ ઇજાઓના કારણે રાકેશભાઈ મકવાણાનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

         ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક શૈલેષભાઈ મકવાણાના ભાઈ કલ્પેશભાઈ મકવાણા એ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી અકસ્માત નોતરી મોત નિજાવવા બાબતે શૈલેષ કલસિંગભાઈ મકવાણાની વિરુદ્ધમાં અકસ્માત મોત અન્વયે ગુનો નોધી લાશના ઝાલોદ સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેના વાલી વારસોને સોંપી પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!