ઈલિયાસ શેખ સંતરામપુર
*ખાનપુરની દીકરીના હત્યારાઓને ઝડપથી પકડવા મહિલા અધિકાર મંચની માંગ*
ગત 18 માર્ચના રોજ ગુમ થયેલ યુવતીની લાશ મળી આવેલ જેના હત્યારાઓ દસ દિવસ બાદ પણ ન પકડાતા એમના પરિવારજનો કલેકટર કચેરી ખાતે ભુખ હડતાળ ઉપર ઊતરેલ છે આજે મહીલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર મિતાલીબેન સમોવા તેમજ સ્ટેટ કન્વીનરો નિલમબેન પટેલ, જયાબેન વાઘેલા અને ધર્મિષ્ઠાબેન દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી હતી તેમજ મહીસાગરના એસપી આર પી બારોટ સાથે કેસ અંગે ચર્ચા કરી હતી મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર મિતાલીબેન સમોવાએ પોલીસની તપાસ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે સાથે મહીસાગર જિલ્લાના નાગરીકોને ઉશ્કેરાટમાં આવ્યા વિના શાંતિ રાખવા અપીલ કરી હતી. ગુજરાત સરકાર ઉપર પ્રહાર કરતા મિતાલી સમોવાએ જણાવ્યું હતુ કે જે રીતે ગુજરાતમાં મહીલાઓ ઉપર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ વધી રહી છે એનાથી સરકાર દ્વારા ગુજરાતમાં મહીલાઓ સુરક્ષિત હોવાના દાવા પોકળ સાબિત થાય છે