ગરબાડા નેશનલ હાઇવે પર લોડીંગ વાહન ચાલકે વીજ કેબલ તોડ્યો: સદ નસીબે જાનહાની ટલીવીજ વાયર તોડીને લોડીંગવાહન ચાલક ફરાર

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા નેશનલ હાઇવે પર લોડીંગ વાહન ચાલકે વીજ કેબલ તોડ્યો: સદ નસીબે જાનહાની ટલીવીજ વાયર તોડીને લોડીંગવાહન ચાલક ફરાર

ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર ભાભરા ચોકડી નજીક એક લોડીંગ વાહન ના ચાલકે વીજ કેબલ તોડતા આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થવા પામી હતી જે વિવિધ કેબલ તૂટવાની સાથે જ ધડાકાભેર અવાજ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને વીજવાયર તૂટવાની જાણ MGVCL ને કરવામાં આવી હતી એમજીવીસીએલ દ્વારા વીજ વાયર તૂટવાથી લાઈન બંધ કરી દેવામાં આવી હતી અને એમજીવીસીએલ ના કર્મચારીઓ ઘટના સ્થળે આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી એક અઠવાડિયા અગાઉ પણ લોડીંગ વાહનના ટકરે ખારવા નજીક વીજ થાંભલો ભાગી જતા વીજળી ગોલ થવા પામી હતી અને મીટરના કનેક્શન ના વાયર પણ ખેંચાઈ ગયા હતા. હાલમાં જ ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ને નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં રોડની ઊંચાઈમાં વધારો થતા આ વીજ વાયરના કનેક્શન તૂટવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થવા પામે છે

Share This Article