
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા ના નઢેલાવ ગામે આકસ્મિક આગમાં ઘરોને નુકશાન થતાં ધારાસભ્યના હસ્તે સહાયના ચેક અર્પણ કરાયા.
MGVCL ના લાઇટના તાર ભેગા થઈ જતાં શોર્ટ સર્કિટ થી આકસ્મિક આગ નાં કારણે ચાર મકાનો બળીને ખાખ થયા હતા
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ગત તારીખ 28/3/2023 નાં રોજ MGVCL ના લાઇટના તાર ભેગા થઈ જતાં શોર્ટ સર્કિટ થી આકસ્મિક આગ નાં કારણે મનેશભાઈ હિમલા ભાઈ ભાભોર, કાળાભાઈ હિમલાભાઈ ભાભોર, કનેશભાઈ હિમલાભાઇ ભાભોર તથા હીમલાભાઈ રૂપલાભાઈ ભાભોર નાં ઘરો ને નુકશાની થવા પામેલ તેમજ ઘરવખરી ની નુકશાની થયેલ તમામ કિસ્સામાં સરકાર ના ધારાધોરણો અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી અસરગ્રસ્તોને કુલ રૂ. 1,20,000 ની સહાય નાં ચેક ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર નાં હસ્તે તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા.