
વસાવે રાજેશ દાહોદ
શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા દ્વારા એમ.એસ.ડબલ્યુ. સેમ.- 4 ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ.
આજરોજ શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા દ્વારા એમ.એસ.ડબલ્યુ. સેમ.- 4 ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમના ઉદઘાટક તરીકે પ્રો. ડૉ. ગૌતમભાઇ સંગાડા સાહેબ EC મેમ્બર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરા, કાર્યક્રમના અધ્યક્ષ ટ્રસ્ટી શ્રી અમરસિંહ ગોહિલ સાહેબ, મુખ્ય , મહેમાન શ્રીમતી જબિનબેન જાંબુઘોડા વાળા સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સહજ સંસ્થા, ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વિજયભાઈ જાની, અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી વિજયભાઈ શાહ સાહેબ તેમજ સંસ્થા સંચાલિત શાળા કોલેજના આચાર્યશ્રીઓ હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ દિપ-પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. કોલેજના આચાર્ય શ્રી ડૉ. રાજુભાઇ ભુરીયા સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. અને ત્યારબાદ મેહમાનોનું પુષ્પગુચ્છ અને ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું. સેમ. 1 અને સેમ. 2 ના વિધાર્થીઓ દ્વારા તેમના અનુભવો રજૂ કરવામાં આવ્યા. આવેલ મેહમાનો એ કોલેજ તેમજ વિદ્યાર્થીઓને પ્રસંગોપાત પ્રોત્સાહન પૂરું પાડ્યું. ત્યારબાદ વિવિધ પ્રવૃતિઓમાં જે વિધાર્થીઓને સારી કામગીરી બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી. સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક શ્રી અતુલ કુમાર પરમાર દ્વારા કરવામાં આવી