ઈરફાન મકરાણી :- દે. બારીયા
પીપલોદ પોલીસ મથકે આગામી રામનવમી ના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 26 માર્ચના રોજ પીપલોદ પોલીસ મથકે આગામી રામનવમી ના તહેવારને લઈને પોલીસ મથકે શાંતિ સમિતિ મીટીંગ નો આયોજન કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં પોલીસ મથકના પી.એસ.આઇ સહિત હિન્દુ તથા મુસલમાન સમાજના આગેવાનો આ શાંતિ સમિતિ બેઠકમાં જોડાયા હતા અને પીપલક પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા તમામ લોકોને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેમ જ કલેકટરના જાહેરનામાની સમજણ આપવામાં આવી હતી અને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી