ઈલિયાસ શેખ
સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે સામુદાયિક સમાજ સુધારણા અંગેની મિટિંગ યોજાઈ..
સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના ઘોડીયા ફળિયા તેમજ શેરો ફળિયા ખાતે 40 જેટલાં સભ્યોની મીટીંગ યોજાઈ હતી. ખરાડી જયસિંહ ધીરાભાઈના નિવાસ સ્થાને સામુદાયિક સમાજ સુધારણાની મળી હતી.જેમાં ઉખરેલી ગામના વયોવૃદ્ધ માજી સરપંચ ખરાડી કેશરાભાઇ ગલાભાઈની પુર્વ મંજૂરીથી ખરાડી સમાજમાં ડી જે વગાડવા ઉપર સંપુર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સામુહિક ચર્ચાને અંતે ખુલ્લા દિલે તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ મીટીંગનો નિચોડ લાવતાં ડી જે સંપૂર્ણપણે બંધનો ઠરાવ થતાં ઉપસ્થિત તમામ આગેવાનોએ તાળીયોના ગડગડાતે ઠરાવને વધાવી લેવામાં આવેલ કરાવાનું વાંચન ઘાટીયા ફળિયા સીમલીયાના મુખ્ય શિક્ષક ખરાડી મદનસિંહભાઇ હીરાભાઈએ વાંચન કરેલ સદર ઠરાવીને ગુજરાતી સાહિત્યકાર અર્જુનસિંહ પારગી એ અનુમોદન આપતાં સામાજિક પંચોએ ખુબ ખુબ આભાર માન્યો હતો સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ખરાડી પરિવારમાં 40 સભ્યોની મીટીંગ યોજવામાં આવી લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ઘોડીયાર શેરો ફળિયા ખરાડી પરિવારના અલગ અલગ ફળિયા ના આજરોજ મીટીંગ યોજી હતી અને મિટિંગમાં જણાવેલું કે ઉખરેલી ગામના માજી સરપંચ કેસરાભાઈ ગલાભાઈ ના અધ્યક્ષ સ્થાને નિયમ અને ઠરાવ કરવામાં આવ્યો કે લગ્ન પ્રસંગમાં ગણેશ સ્થાપના હોય કે પાઘડી હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય ડીજે વગાડવું નહીં ડીજે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડીજે વગાડવો હાનિકારક છે શારીરિક માનસિક અને આર્થિક રીતે મોટા પાયે નુકસાન થાય છે સમસ્ત ખરાડી પરિવારે ઠરાવ અને નક્કી કર્યું આ ઠરાવ વંચાવવામાં મદન સિવાય ખરાડી વાંચી સંભળાવીને જણાવેલું કે આ નિયમોનો પાલન નહીં કરવામાં આવે તેમના ઘરમાં કે તેમના પરિવારમાં કોઈ પણ લગ્ન પ્રસંગ કે પ્રસંગમાં કોઈપણ હાજરી આપી શકશે નહીં અને તેમની સાથે સંપૂર્ણ રીતે વ્યવહાર બંધ કરી દેવામાં આવશે આ રીતે આજરોજ ઉખરેલી ગામે ખરાડી પરિવાર 40 પરિવારો સાથે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાની નિર્ણય કર્યો છે..