Friday, 02/06/2023
Dark Mode

દાહોદમાં નવા નિમાયેલા કલેક્ટરશ્રીનો પ્રથમ આદેશ:રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

June 26, 2021
        1238
દાહોદમાં નવા નિમાયેલા કલેક્ટરશ્રીનો પ્રથમ આદેશ:રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

 

દાહોદમાં રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

દાહોદ તા.26

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતે બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.

બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!