
રાજેશ વસાવે, દાહોદ
દાહોદના તબીબી વિદ્યાર્થીએ સુરત મેડિકલ કોલેજ ખાતેથી નીટ પી.જી.માં ઓલ ઇન્ડિયા રેન્ક ૪૮૯ મેળવી દાહોદનું ગૌરવ વધાર્યું
દાહોદ,
મૂળ દાહોદના ડૉ. બુરહાન કાઈદભાઈ કુંદાવાલાએ સુરતની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ NEET PG -૨૦૨૩ ની પરીક્ષામાં ૮૦૦ માંથી ૬૪૫ માર્ક મેળવી ૪૮૯ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે બુરહાન કુંદાવાલાએ દાહોદના એડ્યુનોવા ખાતેથી ધો. 12 ની પરીક્ષા આપ્યા બાદ નીટ યુ.જી.માં સમગ્ર જિલ્લામાં ચોથો રેન્ક મેળવ્યો હતો તો એમ.બી.બી.એસ.ના ચારેય વર્ષ દરમ્યાન સુરત મેડિકલ કોલેજમાં તેને ટોપ રેન્ક જાળવી રાખતા હાલમાં NEET PG માં પણ કોલેજમાં દ્વિતિય ક્રમ મેળવ્યો છે.