
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
પેપરલીક કાંડના પડઘા:નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ બન્યા, બોર્ડની પરીક્ષામાં સંજેલી તાલુકાના પરીક્ષા કેન્દ્રો રદ થતા વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે ઝાલોદ સુધી ધરમધક્કા ખાશે..!!
પેપર કાંડ કરવાવાળો કરી ગયો અને ભોગવવાનો વારો સંજેલી તાલુકાના વિદ્યાર્થીઓને.
સંજેલી તાલુકાના બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનો કરી ઝાલોદ સુધી ધક્કા ખાંસે..
ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાના કેન્દ્રો રદ થતા વિદ્યાર્થીઓને 30 કિમી નો ધક્કો ખાય અને પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા.
સંજેલી તા.13
સંજેલી તાલુકામાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાના કેન્દ્રો રદ થતા વિદ્યાર્થીઓને ઝાલોદ સુધી 30 કિમી નો ધક્કો ખાય અને પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા છે વાલીઓ દ્વારા પ્રાઇવેટ વાહનોની મદદથી પોતાના વિદ્યાર્થીઓ ને પરીક્ષા મથકે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે.
સંજેલી તાલુકામાં 15 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જેમાં ધોરણ 10 માં 1000 જેટલા રેગ્યુલર અને 300 જેટલા રિપીટ વિદ્યાર્થીઓ મળી કુલ 1300 અને ધોરણ 12 માં 1500 જેટલા વિદ્યાર્થીઓ કોરોના કાળા દરમિયાન માસ પ્રમોશનને કારણે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવાના છે ગત વર્ષે ધોરણ 10 નું હિન્દી નું પેપર લીક થતા જ તેનો રેલો સંજેલી કેન્દ્ર સુધી આવ્યો હતો જે વાત ચાલુ વર્ષે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના કેન્દ્રો સંજેલી ખાતે થી રદ કરી ઝાલોદ તાલુકાના કેન્દ્ર ખાતે બોર્ડની પરીક્ષા સેન્ટર પર નંબર પડતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા નો વિષય બન્યો હતો પરંતુ વાલીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ત્યાં ને લઈ અને 30 થી 40 કિમી સુધીનો ધક્કો ખાય અને બાળકોને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જવા માટે પ્રાઇવેટ વાહનો બુક કરાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી અને પરત સમયસર ઘરે આવે તે માટે પ્રાઇવેટ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે પેપર કાંડ કરવાવાળો કરી ગયો અને ભોગવવાનો વારો સંજેલી તાલુકા ના વિદ્યાર્થીઓના માટે આવ્યો તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી અને સંજેલીના કેન્દ્રો પર જ પરીક્ષા લેવામાં આવી હોત તો વિદ્યાર્થીઓને વિના ટેન્શનને અને વિના સંકોચે પોતાની પરીક્ષા ઘર નજીક જ આપી શકતા. પરીક્ષા આપીને બાળક ઘરે ન આવે ત્યાં સુધી વાલીઓના માથે ટેન્શન આવી ગયું છે.
પેપર લીક કાંડ બાદ સંજેલી ખાતેના કેન્દ્રો રદ કરી ઝાલોદ ખાતે કરી દેવાતા વિદ્યાર્થીઓને હાલાકી :- વિદ્યાર્થીઓના સગા અલ્પેશભાઈ ચારેલ ટીસાના મુવાડા
સંજેલી તાલુકા મથકે આવેલી માધ્યમિક શાળામાં અમારા ઘરના બાળકો તેમજ ગામના બાળકો ધોરણ 10 અને 12 માં અભ્યાસ મેળવે છે પરંતુ આ વખતે સંજેલી ખાતેના કેન્દ્રો રદ કરી અને ઝાલોદ ખાતે કેન્દ્રો પડવાતા જ બાળકોને આવવા જવા માટે પ્રાઇવેટ વાહનો ભાડેથી નક્કી કરવામાં આવ્યા છે.
બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની અવરજવર માટે કલેકટર તેમજ એસટી કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે :- કન્યા વિદ્યાલય સંજેલી આચાર્ય કિરણભાઈ ગોહિલ
સંજેલી તાલુકાના પરીક્ષા કેન્દ્રો રદ કરી અને ઝાલોદ ખાતે કેન્દ્રો પડવાતા જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે બસની વ્યવસ્થા કરવા માટે કન્યા માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા જિલ્લા કલેકટર વિભાગ એસટી કચેરી તેમજ ઝાલોદ ડેપો સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.