Sunday, 02/04/2023
Dark Mode

આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ યોજવા તંત્ર સજ્જ:દાહોદ જિલ્લામાં ૬૪૯૯૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પરીક્ષા આપશે

March 13, 2023
        168
આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ યોજવા તંત્ર સજ્જ:દાહોદ જિલ્લામાં ૬૪૯૯૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પરીક્ષા આપશે

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવા તંત્ર સજ્જ

જિલ્લામાં ૩૯૩૫૩ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની પરીક્ષા આપશે

જિલ્લામાં ૬૪૯૯૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પરીક્ષા આપશે

જિલ્લામાં ૩૧ સેન્ટરો ઉપર પેરામીલીટરી ફોર્સ સાથે વિવિધ સંવેદનશીલ સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત*

બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્રો ઉપર વર્ગ ૧ –ર ના અધિકારીશ્રીઓ દ્વારા સતત મોનિટરિંગ.*

સુખસર,તા.13

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની માર્ચ ૨૦૨૩ પરીક્ષાનું આયોજન દાહોદ જિલ્લામાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શૈક્ષણિક તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે, તેમજ પરીક્ષા તટસ્થ, પારદર્શી અને ન્યાયી રીતે યોજાઇ એ માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાઓ સુઆયોજિત રીતે યોજવા તંત્ર સજ્જ છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ જણાવ્યું છે. 

જિલ્લામાં બોર્ડની પરીક્ષા વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં ઝોન દાહોદ ૬૩ માં ધોરણ ૧૦ ના ૧૮ કેન્દ્રોની અંદર ૮૭ બિલ્ડિંગો ઉપર ૨૫૪૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૦ નું બીજી ઝોન ૬૪ લીમખેડા છે. તેમાં ૧૧ કેન્દ્રોની અંદર ૪૨ બિલ્ડીગોની અંદર ૧૩૯૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ જિલ્લામાં ૩૯૩૫૩ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની પરીક્ષા આપશે. 

 જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૭ કેન્દ્રોની અંદર ૭૨ બિલ્ડીંગો ઉપર ૨૩૩૭૧ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩ કેન્દ્રોની અંદર ૧૧ બિલ્ડીંગો ઉપર ૨૨૭૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ ૬૪૯૯૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓ નિર્ભિકરીતે આપી શકે એ માટે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો સહિત તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ માટેનું કલેક્ટરશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વિવિધ બેઠકો યોજીને આયોજન કરાયું છે. જિલ્લામાં ૩૧ સેન્ટરો ઉપર પેરામીલીટરી ફોર્સ સાથે વિવિધ સંવેદનશીલ સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો છે.

 તેમણે ઉમેર્યું કે, તમામ કેન્દ્રો ઉપર વર્ગ ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ પરીક્ષાના સમય દરમિયાન સતત હાજર રહેશે અને મોનિટરિંગ કરશે. પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારની ગેરરિતી ના થાય કે કોઇ અઇચ્છનીય ઘટના ન બને એ માટેની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. 

જિલ્લામા ૩ જગ્યાએ લીમખેડા ઝોન ૬૪, ૬૩ દાહોદની અંદર લીટલ ફલાવર સ્કુલ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૩૯ અને ૨૪ નંબરનું ઝોન છે એ પણ દાહોદ ખાતે કાર્યરત છે. તમામ પ્રકારનું પરીક્ષા લક્ષી સાહિત્ય લાવવા લઇ જવા માટેનું ચુસ્ત બંદોબસ્ત સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગુપ્તતા જળવાઇ રહે એ માટેની વ્યવસ્થા કરાઇ છે. 

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારના ભય વિના પરીક્ષા આપે. પરીક્ષા સ્થળે સમયસર પોતાની હોલ ટીકીટ સાથે પહોંચી જાય. તેમજ કોઇ પણ લોભ લાલચમાં ન આવે તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!