
રાજેશ વસાવે દાહોદ
છેલ્લા પાંચ વર્ષથી લીમખેડા પો.સ્ટે વિસ્તારના અપહરણના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
મે.નાયબ પોલીસ મહાનિરીપકથી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ ડ્રાઇવનુ આયોજન કરી જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા
આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.
તે દરમ્યાન એલ.સી.બી., I/C પો.ઇન્સ.શ્રી એમ.એલ.ડામોર નાઓની સુચના મુજબ આજરોજ પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા એલ.સી.બી. તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા કાર્યરત હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે લીમખેડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૧/૨૦૧૮ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબના કામે નાસતા ફરતા આરોપી રાહુલભાઇ ચંદુભાઇ ભુરીયા રહે.બાર તા.લીમખેડા જી.દાહોદનાને અમ્બા ચોકડી ઉપરાથી વ્યૂહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારુ લીમખેડા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે.
આમ. છેલ્લા પાંચ વર્ષથી લીમખેડા પો.સ્ટે.વિસ્તારના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે