Friday, 11/07/2025
Dark Mode

દાહોદના નગરાળામાં પાંચ મુંગા પશુઓને બચાવાયા,  પોલીસને જોઇ કતલ કરનાર ભાગ્યો 

June 24, 2021
        985
દાહોદના નગરાળામાં પાંચ મુંગા પશુઓને બચાવાયા,  પોલીસને જોઇ કતલ કરનાર ભાગ્યો 

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદના નગરાળામાં પાંચ મુંગા પશુઓને બચાવાયા,  પોલીસને જોઇ કતલ કરનાર ભાગ્યો 

દાહોદ તા.૨૪

દાહોદ તાલુકાના નગરાળા ગામે એક મકાનમાં ગૌવંશનું કતલ થતું હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગતરોજ મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો. પોલીસે મકાનમાંથી કતલ કરેલ ગૌમાંસ તથા કતલ કરવા માટે ગાયો નંગ.૦૩ તથા બળદો નંગ.૦૨ મળી કુલ ૦૫ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી જ્યારે પોલીસ આવતી હોવાની જાણ થતાંની સાથે જ આરોપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના નગરાળા ગામે ભુરીયા ફળિયામાં રહેતાં મનજીભાઈ હુમલાભાઈ માવીએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગત તા.૨૩મી જુનના રોજ ગૌમાંસનું કલત કરતો હતો. આ અંગેની બાતમી ગૌરક્ષક ટીમ અને પોલીસને થતાં પોલીસ કાફલો ગૌરક્ષકોની ટીમની સાથે મનજીભાઈના મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો જ્યારે પોલીસ આવી હોવાની વાતની જાણ થતાં મનજીભાઈ હુમલાભાઈ માવી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનમાંથી કતલ કરેલ ગૌમાંસ તેમજ કતલ કરવા માટે ક્રુરતા પુર્વક અને વગર ઘાસ ચારા કે, પાણીની સુવિધા વગર બાંધી રાખેલ ૦૩ ગાયો અને ૦૨ બળદ મળી કુલ ૦૫ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી દીધી હતી.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે મનજીભાઈ હુમલાભાઈ માવી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેમજ તેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!