
વસાવે રાજેશ દાહોદ
દાહોદ તાલુકા પંચાયતના સભાખંડમાં ધારાસભ્યોની અધ્યક્ષતામાં આયોજનની મિટિંગ યોજાઈ.
દાહોદ તાલુકા પંચાયતના સભાખંડમાં આગામી 23-24 ના વર્ષમાં વી કેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ણી ગ્રાન્ટો સામે વિવેકાધીન પ્રોત્સાહિત જોગવાઈઓ મળવા પાત્ર રકમના આયોજનની મિટિંગ યોજાઈ હતી જેમાં ધારાસભ્યો તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી પંચાયતના કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા જે મિટિંગમાં વિવિધ યોજના હેઠળ 125 લાખના કામોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
દાહોદ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આગામી 23-24 વર્ષમાં વિવેકાધીન જોગવાઈ અંતર્ગત 90.50 લાખ ટીએસપીમાં 28 લાખ ખાસ અંગભૂતમાં ચાર લાખ તેમજ પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત 2.50 લાખ મળી કુલ 125 લાખના કામો હાથ ધરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બપોરના સમયે શરૂ થયેલી આ મિટિંગમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ ગોરીબેન વિજયભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય સુધીર લાલપુરવાલા કરણભાઈ સોમજીભાઈ ડામોર જીથરાભાઈ ભુરાભાઇ શ્રીમતી કમુબેન સુરમલભાઈ સહિતના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવા તેમજ સ્લગન વિભાગના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્તિથ રહ્યા હતા જેમાં વિવેકાધીન જોગવાઈઓ અનુસાર સરકારી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ સીસી રોડ પેવર બ્લોક આંગણવાડી કમ્પાઉન્ડ વોલ મુખ્ય રસ્તાથી શાળા સુધીના એપ્રોચ રોડ તેમજ ક્રોસ ડ્રેનેજની સુવિધા સાથે પ્રાથમિક શાળામાં પાણીની પાઇપ લાઈનના કામો પશુઓ માટે પીવાના પાણીના હવાડા તેમજ મધ્યાહન ભોજનના આધુનિકરણના કામો લેવાના હોય તે અંગેણી ચર્ચા આયોજનની મિટિંગમાં વિસ્તાર પૂર્વક કરવામાં આવી હતી