
ચોદીદાર ફળિયાના ચોર નીકળ્યા.. દાહોદ એલસીબી તેમજ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય વાહનચોર ટોળકી ચરકટ ગેંગના છ પૈકી ત્રણ સાગીરતોને ચોરીની ત્રણ ક્રુઝર ગાડીઓ સાથે ઝડપી જેલ ભેગા કર્યા..
ચરકટ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ વોન્ટેડ..
દાહોદ તાલુકાના જેકોટ લીમખેડા તેમજ, ઝાલોદ તાલુકાના લીમડી ખાતેથી ચોરાયેલી ફોરવીલર ગાડી ના ગુનાનો ભેદ ઉકેલાયો…
દાહોદ એલસીબી તેમજ તાલુકા પોલીસે મધ્યપ્રદેશના સરકટ ગેંગના ત્રણ સાગીરતોને દબોચ્યા, મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ વોન્ટેડ…
દાહોદ તા.05
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોરીની ઘટનાને અંજામ આપી દાહોદ વાસીઓને રંજાડતી વાહન ચોર ટોળકીને ઝબ્બે કરવા એક્શન પ્લાન બનાવતા દાહોદ એલસીબી તેમજ દાહોદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત પણે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની કુજર ગાડી સાથે ત્રણ વાહન ચોરોને ઝડપી તેમની પાસેથી ત્રણ જેટલી ચોરેલી ક્રૂઝર ગાડીઓ જપ્ત કરી દાહોદ તાલુકાના જેકોટ લીમખેડા તેમજ, ઝાલોદ તાલુકાના લીમડી કારઠ ખાતેથી ચોરાયેલી ફોરવીલર ગાડી ના અન ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવામાં સફળતા હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોરીની ઘટનાઓ પોલીસ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. જિલ્લામાં વાહન ચોર ટોળકી દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહી છે.ત્યારે જિલ્લામાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે તે અંતર્ગત દાહોદ એલસીબી તેમજ દાહોદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત પણે રામપુરા હાઇવે પર માતવા ગામે જવાના રસ્તા પર વોચમાં ઊભા રહી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલી gj 6 kh 72 46 નંબરની ક્રોઝર ગાડીને પોલીસે ઉભી રાખી ગાડીના કાગળિયાઓ માંગતા ઉપરોક્ત ગાડીમાં સવાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી કરચટ ગામના ચોકીદાર ફળિયાના રાકેશ અમર્યા બામણીયા, આલમ વેસ્તા બામણીયા તેમજ મુકેશ વેસ્તા બામણીયા દ્વારા કાગળિયાઓ અંગે નનનો ભણાવતા પોલીસે એ ગુજકોપના માધ્યમથી તપાસ હાથ ધરતા ઉપરોક્ત ક્રુઝર ગાડી આઠ દિવસ પહેલા જેકોટ ગામેથી ચોરી થયું હોવાનું બહાર આવતા પોલીસે ગાડીમાં સવાર ઉપરોક્ત ત્રણેય વાહન ચોરોને ઝડપી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. અને ત્યાં તેઓની જોડે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પૂછપરછ માં ભાંગી ગયેલા ઉપરોક્ત આરોપીઓએ સિલસિલા બંધ ખુલાસાઓ કર્યા હતા જેમાં અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના મુખ્ય સૂત્રધાર હીરસીગ મોરીના નેતૃત્વમાં તેમના જ ગામના મળ્યા ભાઈ બામણીયા તેમજ કાકડવા ગામના ભમરસીંગ મોતીસિંહ આમલિયાર સાથે ચરકટ નામક ગેંગ બનાવી વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું કબુલાત કરી હતી અને તેઓએ દાહોદ જિલ્લાના લીમખેડા માંથી તેમજ ઝાલોદ તાલુકાના લીમડી કારઠ ગામેથી, બે ક્રુઝર ગાડીઓની ઉઠાનતરી કરી હતી અને હાલમાં જ આઠ દિવસ પહેલા જેકોટ ગામેથી ફોરવીલર ગાડીની ઉઠાંત્રી કરી હોવાનું ખુલાસો કર્યો હતો. અને ઉપરોક્ત વાહન ચોર ટોળકી એ લીમખેડા તેમજ લીમડી ખાતેથી ચોરેલી ગાડીને ગરબાડા તાલુકાના માતવા ના જંગલોમાં છુપાવી હોવાની જણાવતા પોલીસે માતવાના જંગલોમાંથી બંને ગાડીઓ રિકવર કરી હતી. ઉપરોક્ત આરોપીઓને પોલીસે વાહન ચોરીના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલી વાહન ચોરીના ગુનામાં સામેલ ચરકટ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.