
રેલવે વિભાગ ના ઉદાસીન વલણના કારણે દાહોદ- ઇન્દોર રેલવે પ્રોજેક્ટ લટકી પડ્યો..
ગત બજેટમાં દાહોદ ઇંદોર રેલ પ્રોજેક્ટ માટે 250 કરોડ ફાળવાયા હતા.
એક વર્ષ સુધી માત્ર ટેન્ડર પ્રક્રિયા જ કરાતાં મોટા ભાગની રકમ લેપ્સ થવાની શક્યતા..
દાહોદ તા.31
આજકાલમાં પૂર્ણ બજેટ રજુ થવાનું છે. જેમાં રેલવે બજેટ પણ આમેજ હોય છે. તેવા સમયે ઇન્દોરને સલગ્ન ત્રણ જેટલાં રેલવે પ્રોજેકટો સંબંધિતોના નિરાશાજનક વર્તાવના કારણે હાલ સુધી હવામાં લટકી રહ્યા છે. ગત બજેટમાં દાહોદ ઇન્દોર રેલમાર્ગ, ઇન્દોર-દેવાસ-ઉજ્જૈન લાઈનને ડબલિંગ કરવાનું કામ અને મહુ-અકોલા ગેજ કનવર્ઝનના કાર્ય માટે આશરે 1350 કરોડ ઉપરાંતની રકમ ફાળવવામાં આવી હતી. એટલું જ નહિ આ પ્રોજેકટો પર એક વર્ષ ઉપરાંતનો સમય તો માત્ર ટેન્ડર પ્રકિયામાં પસાર કરાવી દેવામાં આવ્યો છે. જોકેઇન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટ અંતર્ગત ટીહી ટનલ નો કામ એક ઇંચ પણ થવા પામ્યું નથી.તો મહુના ઘાટ સેક્શનનો કામ પણ ક્યારે શરૂ કરાશે એની પણ જાણકારી કોઈ પાસે ઉપલબ્ધ નથી. ત્યારે રેલવેના એક્સપર્ટ એવો મત બને છે કે અગામી 31 મી માર્ચ સુધી 25 ટકા જેટલી રકમ જે લગભગ 350 કરોડથી વધુ થવા જાય છે.તે રકમ લેપ્સ જવાની સાંભવનાઓ જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ લગભગ 181 કરોડ જેટલી રકમ કામ પૂર્ણ ન થવાના કારણે લેપ્સ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સંબંધિત અધિકારીઓ હવે ઇન્દોર-દાહોદ રેલ પ્રોજેકટ અને મહુ-અકોલા પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રકિયા પૂર્ણ કર્યાનું કહે છે.પરંતુ સ્થળ સ્થિતિની હકીકત એવી છે. કે દાહોદની આગળ ટનલનું એક ઇંચ પણ કામ થયું નથી.ફક્ત ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. મહુ આગળના ઘાટ સેક્શનનું કામ પણ હવામાં છે. ત્યારે આ વિસ્તારના સાંસદ શંકર લાલવાનીએ કહ્યું છે કે અમારી પાસે માર્ચ સુધીનો સમય છે. અને આ રાશિ અમે લેપ્સ થવા નહિ દઈએ તો બીજી તરફ રેલવે યાત્રી સુવિધા સમિતિના પૂર્વ સદસ્ય નાગેશ નામજોશીના જણાવ્યા અનુસાર અધિકારીઓની ઈંચછા શક્તિનો અભાવ અને સુસ્ત ગતિથી ચાલતું કામ જવાબદાર છે. એટલું જ નહિ 2008 થી શરૂ થયેલા ઇન્દોર-દાહોદ રેલ પ્રોજેક્ટમાં વિલંબના કારણે લાગત પણ વધી રહી છે.અને આ તરફ ઓફિસરો ગંભીર ન હોવાના કારણે પ્રોજેકટો પુરા ન થતો હોવાનું મત વ્યક્ત કર્યોં છે.
દાહોદ-ઇન્દોર રેલ પ્રોજકટ અંતર્ગત દાહોદ-કતવારા સેક્શનનો કામ પૂર્ણતાના આરે છે.જયારે કતવારા રેલવે સ્ટેશન પણ પૂર્ણતાના આરે છે. તાજેતરમાં જ રેલવે સેફટી ટીમ દ્વારા તૈયાર થયેલા દાહોદ કતવારા સેકશન વચ્ચે ડિઝલ એન્જીન દોડાવી ટ્રાયલ કર્યોં હતો. ત્યારે કતવારાથી મધ્ય પ્રદેશ બોર્ડર પીટોલ સુધીની 19 હેક્ટર જમીન જે ફોરેસ્ટ વિભાગમાં આવે છે. જેમાં રેલવે દ્વારા હજી સુધી જમીન અધિગ્રહણનું કામ એક ઇંચ પણ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ પીટોલથી ધાર સુધીનું જમીન અધિગ્રહણ પણ હવામાં લટકી રહ્યું છે. અધૂરામાં પૂરું ટીહી પાસેની ટનલનું કામ પૂર્ણ કરવા રેલવે વિભાગે બીજી વાર મંજૂરી આપ્યા છતાંય હજી સુધી ત્યાં કામ શરૂ થયો નથી. અધૂરામાં પૂરું ત્રણ વર્ષમાં પૂર્ણ થનારુ આ રેલ પ્રોજેક્ટ 14 વર્ષ વહાના વ્હાયા છતાં માત્ર 206 કિલોમીટરની લંબાઈ ધરાવતું દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટમાં માત્ર 60 કિલોમીટર સુધીનું કામ પ્રગતિમાં થયું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે આ દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટ ખરેખર પ્રજા માટે પૂર્ણતા પામશે કે પછી હવામાં અધ્ધર લટકતો રહેશે તે આવનાર સમય જ કહેશે. હવે આગામી 48 કલાક પછી રજુ થનારા બજેટમાં કેટલી રકમ ફાળવાય છે.?તે અતિ મહત્વનું લેખાશે.ત્યારે રેલવે વિભાગ દ્વારા આ પ્રોજેકટો પૂર્ણ કરવા આળશ મરડી જે રીતે કોકણ રેલવે તેમજ ઉત્તર ભારતમાં સુપરફાસ્ટ ગતીએ ચાલી રહેલા રેલ પ્રોજેક્ટની તર્જ પર વર્ષોથી ગોકળ ગાયની ગતીએ ચાલતા દાહોદ ઇન્દોર રેલ રેલ પ્રોજેક્ટમાં ગતિ પ્રાપ્ત કરાવાય તે ઈચ્છનીય છે. કારણ કે દાહોદને લાગે વળગે છે. ત્યાં સુધી છોટાઉદેપુર -ધાર-ઇન્દોર અને દાહોદ-ઇન્દોર રેલ લાઈનનું કાર્ય બંનેના પ્રોજેક્ટ સાથે શરૂ થયાં હતા. તે પૈકી છોટાઉદેપુર-ધાર રેલવે લાઈનનું કામ જોબટ સુધી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે અલીરાજપુર સુધી રેલવે પણ શરૂ થઈ જવા પામી છે. હવે આ પ્રોજેક્ટ નજીકના સમયમાં પૂર્ણતાના આરે છે. જયારે દાહોદ-ઇન્દોર રેલ પ્રોજકેટ પણ ગંભીરતાથી પૂર્ણ કરવા તરફ સરકાર કતિબંધ છે. એવો આશાવાદ દાહોદના સાંસદે એ વ્યક્ત કર્યો છે. સાંસદનો આસાવાદ પ્રજા માટે ક્યારે સંપૂર્ણ વિશ્વાસ બની રહેશે કે નહિ તે આવનાર સમય કહેશે.